કેવડીયાથી 3 યુવાનોએ નર્મદા માતાની પંચકોશી પરીક્રમા કરવા નાંદોદના રામપુરા ગામેથી ચાલુ કરી હતી.બપોર પડતાં તેઓ પરીક્રમાના અંતિમ છેડે તિલકવાડા ઘાટ પર પહોંચ્યા હતા.4-5 કલાક સુધી સતત ચાલવાથી તેઓએ થાક અનુભવતા નદી માંથી તરીને સામે પાર જવાનું નક્કી કર્યું હતું. એટલે.નર્મદા સ્નાન પણ થઈ જાય.
ત્રણેવ મિત્રો વારા વારા ફરથી સામે પાર જવા નદીમાં પડ્યા, 2 મિત્રો તો તરતા તરતા સામે પાર નીકળી ગયા પણ એક મિત્ર તરતા તરતા અધવચ્ચે થાકી ગયો.યુવાન થાકી જતા અધવચ્ચે જ ડૂબી રહ્યો હતો.શ્રદ્ધાળુઓને નાવડીમાં સામે પાર છોડવા જતા તિલકવાડાના નાવિક પરેશ માછીએ યુવાનને ડૂબતો જોતા એ તુરંત પોતાની નાવડીમાં લાઈફ સેવિંગ જેકેટ લઈ નદી વચ્ચે ગયો અને લાઈફ સેવિંગ જેકેટ આપી પોતાની નાવડીમાં ખેંચી લઈ યુવાનનો જીવ બચાવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ત્રણ યુવાનો પૈકી એક યુવાનને તરતા ન આવડતું હોવા છતાં એ અન્ય મિત્રો સાથે નદીમા પડ્યો હતો.જો નાવિકે સમય સૂચકતા વાપરી સમય પર યુવકની મદદે ન આવ્યો હોત તો યુવાનને આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.