તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનો તાયફો:રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે બેડ વધારવાની કામગીરી માત્ર કાગળ પર રહી

રાજપીપળા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નર્મદા જિલ્લામાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન કોરોનાના કેસ છુપાવવા માટે તંત્રનો માત્ર એક તાયફો

નર્મદા જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે.કોરોનાના કેસો વધતા હાલમાં ફરી વાર રાજપીપળા કોવિડ હોસ્પિટલના ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વાળા તમામ બેડ ફૂલ થઈ ગયા છે.જેથી ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓએ ફરી વાર જિલ્લાની બહાર સારવાર લેવા જવાનો વારો આવ્યો છે.જે જિલ્લો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ગૌરવ લઈ રહ્યો છે એ જ જિલ્લાના લોકોએ કોરોનાની સારવાર લેવા જો બહાર જવું પડે એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન કહી શકાય.

મોટા ઉપાડે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને પ્રભારી મંત્રી બચુ ખાબડે જિલ્લાની સ્થિતિ બાબતે કલેકટર સાથે બેઠક કરી હતી, અને કોરોના દર્દીઓને અગવડ ન પડે અન્ય શહેરોમાં સારવાર માટે જવું ન પડે એ માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે નિર્ણય કર્યો હતો એ વાતને પણ ઘણો સમય થયો છતાં બેડ વધારવાની કામગીરી આગળ વધી જ નથી.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 2 જી એપ્રિલ 2021 થી 2જી મેં 2021 સુધી 124 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે તે છતાં તંત્રના ચોપડે હજુ 3 મોત દર્શવાય છે. શું આ મૃત્યુ કોરોનાની સારવાર દરમિયાન થયા હશે કે કોવિડ હોસ્પિટલની અવ્યવસ્થાને લીધે એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

આટલી મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુના જવાબદાર કોણ સહિત અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલના અમુક ઉચ્ચ અધિકારીઓ પોતાના ઈગોને લીધે અન્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહેતા ન હોવાને લીધે જ હોસ્પિટલમાં અવ્યવસ્થાઓ સર્જાઈ રહ્યાની બુમો ઉઠી રહી છે.

નર્મદા જિલ્લાની 4 CHCમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડ ઉપલબ્ધ કરાશે
ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોનાની સારવાર માટે રાજપીપળા સુધી ન આવવું પડે એ માટે ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર CHC ખાતે ઓક્સિજનની સુવિધા વાળા બેડની કામગીરી આગામી 3-4 દિવસમાં પુરી થઈ જશે.એક CHC માં 10 મહિલા અને 10 પુરુષ મળી કુલ 20 ઓક્સિજનની સુવિધા વાળા બેડ એમ કુલ 4 CHC માં 80 બેડ ઉપલબ્ધ કરાશે. > ડો.આર.એસ.કશ્યપ, નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો