તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આદિવાસીઓ હિંદુ નથી એમ કહેનારા લોકોને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેર કાર્યક્રમમાં અલગાવવાદી તત્વો સાથે સરખાવતા ખળભળાટ મચ્યો છે. BTP-BTS ના અનેક નેતાઓ જાહેરમાં કહી રહ્યા છે કે, આદિવાસીઓ હિંદુ નથી. હાલ આ મુદ્દે BJP-BTP માં ધમાસાણ સર્જાતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વિવાદ છેડ્યો હતો.
નર્મદા જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓ હિંદુ નથી એવું નથી. આદિવાસીઓ હજારો વર્ષથી હિન્દુ ઉપાસના પદ્ધતિમાં માને છે તેઓ હિન્દુ છે, તેમાં કોઈ બે મત નથી. વર્ષોથી વસ્તી ગણતરીમાં પણ પેટા જ્ઞાતિ હિન્દુ ભીલ, હિન્દુ તડવી (ધાણકા) લખાવે છે, ધર્મમાં પણ હિંદુ ધર્મ લખાવે છે. વર્ષ 2021 ની વસ્તી ગણતરીમાં પણ હિંદુ ધર્મ આદિવાસીઓએ લખાવવું જોઈએ. કેટલાક અલગતાવાદી તત્વો આદિવાસી સમાજને રાષ્ટ્રીય પ્રવાહથી અલગ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી હિન્દુસ્તાનમાં રહેનારા આદિવાસીઓ હિંદુ જ છે. તેના અનેક પુરાવાઓ છે. ત્રેતાયુગમાં આદિવાસી ભીલ પરિવારમાં જન્મેલા શબરી માતાએ ભગવાન રામની ઉપાસના કરી હતી. સંત રવિદાસજીએ પણ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની ઉપાસના કરી ભજન અને કાવ્ય લખ્યા હતા.
ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્ત વખતે દારૂના અભિષેક બાદ વિવાદ વકર્યો હતો
ડેડિયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત 25 ઓક્ટોબરે ખાતમુહૂર્ત, ભૂમિપૂજન BTPના MLA મહેશ વસાવા સહિત BJP-BTP-BTS કોંગ્રેસના નેતાઓએ કર્યું હતું. તે વખતે દારૂનો અભિષેક કરતા સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યકત કર્યો હતો. બીજી બાજુ નર્મદા જિલ્લા BTP આગેવાન જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ પણ આ કાર્ય ને શુભ ગણાવી ખાખરાના પાનમાં દારૂની શાક (અભિષેક) પાડવી એ તો આદિવાસીઓની સંસ્કૃતિ છે. કહી સામે જવાબ આપતા વિવાદ વકર્યો હતો અને આજે જાહેરમાં ફરી મનસુખ વસાવાએ વાત કરી વિવાદ છેડયો છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.