આયોજન:SOUની મહિલાઓ રેંટિયા દ્વારા ખાદીનું ઉત્પાદન કરશે

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયા ખાતે 50 બહેનોએે આધુનિક રેંટીયા વડે ખાદી કાંતવાની, દિવેટો બનાવવાની તાલીમ વર્ગનો પ્રારંભ કર્યો

તાજેતરમાં ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા કેવડિયા વિસ્તારની 50 મહિલાઓને આધુનિક રેંટિયો ચલાવવાની અને ખાદી કાંતવાની તાલીમ ખાસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.આ મહિલાઓને રૂની દીવેટોથી શરૂઆત કરાઇ છે. મહિલાઓ જાતે ખાદી કાંતીને કાપડ બનાવી જોઈ વિવિધ વસ્તુઓ બનાવી એકતા મોલ પર વેચાણ માટે મુકવામાં આવશે.

તમામ જગ્યાએ સરકાર મદદ સ્થાનિકોને રોજગારી આપવામાં કરશે. આ બાબતે ખાદી કમિશન ના ડાયરેક્ટર ડો. નિતેશ ધવને જણાવ્યું હતું કે ખાદી અને ગ્રામઉદ્યોક ની 680 મી બેઠક કેવડિયા કોલોની ખાતે ગત 23જુલાઈએ યોજાઈ હતી.તાલીમો શરૂ કરવાની સૂચના મળતા અમે 11, 12 ઓગષ્ટ દિવેટ બનાવવાની તાલીમ આપી અને હવે 12 થી 24 ઓગષ્ટ સુધી NMC રેંટિયો ચલાવી ખાદીનું કાંતણ કાતી કાપડ બનાવશે. આ અને તેમને રોજગારી માટે ચરખાઓ આપવામાં આવશે. મહિલાઓને રોજગારી મળશે,આવી અન્ય મહિલાઓ કે પુરુષો જોડીશું અને ધીરે ધારે રોજગાર વધારીશું.

અન્ય સમાચારો પણ છે...