તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવસેવા:મહિલાનું મોત થતા બાળકને દવાખાનાના સ્ટોફે સંભાળ્યુ

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નર્મદા જિલ્લાના સાગબારામાં અધૂરા મહિને બાળકનો જન્મ થયો હતો

નર્મદા જિલ્લાના સાગબારામાં અધૂરા મહિને બાળકનો જન્મ થયો હતો.દરમિયાન એની માતાનું અવસાન થયું હતું, અનાથ બાળકને 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલના એસ.એન.સી.યુ માં દાખલ કરાયો હતો.તબીબોની કાળજી અને સારવાર તથા સ્ટાફની હુંફને લીધે બાળક 58 દિવસ બાદ સ્વસ્થ હાલતમાં છે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા સાગબારામાં એક મહિલાને અધૂરા મહિને એક બાળકનો જન્મ થયો હતો, જો કે બાળક પોતાની આંખ ખોલે એ પેહલા જ એની માતાનું પણ મૃત્યુ થયું હતું.જન્મતા વેંત અનાથ બનેલા 1.2 કિલો વજનના બાળકને 25 જાન્યુઆરી 2021 ના રોજ સાગબારાથી 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયું હતું, બાળકને એની માતા સિવાય બીજો કોઈનો સહારો ન્હોતો. એક તો અધુરે મહિને એ બાળકનો જન્મ થયો હતો તો બીજી બાજુ એને શ્વાસ લેવાની પણ તકલીફ પડી રહી હતી.એસ.એન.સી.યુ ડિપાર્ટમેન્ટના ડો.જયેશ ચૌધરી અને ડો.વૃશાલી શ્રીમાળી દ્વારા એ બાળકને ઓક્સિજન અને વોર્મર દ્વારા સઘન સારવાર આપવામાં આવી.સાથે સાથે સ્ટાફ નર્સ દ્વારા બાળકને સારવારની સાથે પરિવાર જેવી હૂંફ અપાઈ હતી, ડોકટર અને સ્ટાફના મહેનતના પરિણામ સ્વરૂપે આજે એ બાળક 58 દિવસનું થયું છે અને તંદુરસ્ત પણ છે. બાળક બિલકુલ સ્વસ્થ થઈ જશે એટલે બાળક અનાથ હોવાને લીધે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બાળકનો કબજો અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો