તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપીપલાના યુવાનો જે ખુલ્લા મેદાનમાં ક્રિકેટ અને અન્ય રમતો રમી સ્વસ્થ રહેતા હતા. ખુલ્લા વાતાવરણમાં રમત રમતા ખેલાડીઓ માટે ધાબા ગ્રાઉન્ડમાં સરકારે કરોડોના ખર્ચે એક ભવ્ય રમત ગમત સંકુલ બનાવવામાં આવ્યું। પરંતુ જે જાળવણી ના અભાવે આજે તે જર્જરિત થઇ ગયું છે. સફાઈ ના અભાવે એટલી ગંદકી થઇ ગઈ છે કે અંદર રમતવીરો રમતા હોય, શહેરના સ્પોર્ટ્સ મેમ્બરો ને એટલી દુર્ગંધ આવે છે, ત્યારે આ કોમ્પ્લેક્સની સફાઈ અને ખાસ જાળવણી જરૂરી બની છે.
રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સંકુલનું તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી બેન પટેલે 16 મી નવેમ્બર 2006 ના રોજ શિલાન્યાય કર્યું હતું. એના 3 વર્ષ બાદ એટલે કે 14 મી ઓગસ્ટ 2009 ના રોજ ગુજરાતના તત્કાલીન CM હાલના પી.એમ નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ 3 વર્ષના સમય ગાળા દરમિયાન રમત ગમત સંકુલના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની બુમો ઉઠી હતી, જેમાં વપરાયેલા સાધનો પણ તકલાદી વાપર્યા હોવાની બૂમો ઉઠી હતી.જો કે જે તે વખતે સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરી હોય આ સંકુલની મહત્વની કમ્પાઉન્ડ વોલ ગત રોજ ધરાશાયી થઇ ગઈ.
કમ્પાઉન્ડ વોલ સેડ સાથે સ્ટેડિયમ બનાવેલુ છે,એ શેડ સાથેજ આ કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઇ ગઈ. જયારે આ કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઇ ત્યારે સદનસીબે કોઈ નહોતું બાકી ત્યાં સવારે મોર્નીગ વોક અને કસરત કરવા આવતા લોકો બેઠેલા જ હોય છે, જો સવારે ધરાશાયી થઇ હોત તો મોટી જાનહાની થઈ હોત.કલેકટર આ સંકુલના ચેરમેન તરીકે કાર્યરત છે. સમગ્ર મામલે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
R & B એ જવાબદારીથી હાથ ઉંચા કર્યા
નર્મદા રમત ગમત સંકુલ હોલ બન્યું ત્યારે માર્ગ અને મકાન વિભાગ અને રમત ગમત વિભાગ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું, જયારે રમત ગમત વિભાગને જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેની જાળવણી સામે મોટા પ્રશ્નો ઉભા થયા. કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે, રમત ગમત સંકુલમાં સફાઈનો પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.