નવરાત્રિનો પ્રારંભ:નર્મદામાં વર્ષોથી શેરી ગરબાનો ટ્રેન્ડ, બે વર્ષ બાદ ફરી થનગનાટ

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીની પ્રતિમાની છેલ્લા દિવસ સુધી ખરીદી

રાજપીપલા માં 12 થી 15 સ્થળો પર શેરી ગરબાનું આયોજન થવાનું છે. એવીજ રીતે જિલ્લામાં ગામેગામ ગણીએ તો 200 જેટલી જગ્યાઓ પર શેરી ગરબા નું આયોજન થશે. કોવીડ 19 ની ગાઇડલાઇન પ્રમાણે આ વર્ષે માઇ ભક્તો માતાજીની આરાધના કરશે, હરસિધ્ધિ માતાજીના મંદિરે પણ આરતીનો લાભ ભક્તો લઇ રહ્યા છે ત્યારે નવરાત્રીના પહેલા નોરતાના બપોર સુધી રાજપીપલા માં અંબામાતાજીની મૂર્તિઓ ની ઘરાકી રહી ભક્તો માતાજીની મૂર્તિ ઘણી આસ્થાથી સ્થાપન કરવા લઇ જઈ રહ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સૂચના થી નર્મદા પોલીસે તમામ ગરબા સ્થળે પોલીસ બંધોબસ્ત ગોઠવી દીધો છે અને જરૂર પડે પોલીસનું પેટ્રોલિંગ પણ સતત રહેશે. શેરી ગરબા આયોજકો એ ગરબા રમાનાર અને જોવા આવનાર તમામ ને ધ્યાનમાં રાખીને કોરોના ગાઇડલાઇન નું પાલન કરવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.. નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે નવરાત્રી પર્વ ઉજવાય એ માટે સતત પોલીસ સુરક્ષા કરશે. હરસિધ્ધિ માતાજીના મંદિરે જે ભાતીગળ મેળો ભરવામાં આવતો હતો જે આ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે અને વધુ ભીડ ના થાય એ માટે તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...