તાલીમ:પોલીસ વિભાગને લગતી પરીક્ષા પૂર્વે તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરોપા ગામે તાલીમમાં 245 જેટલા તાલીમાર્થીઓ ભાગ લેશે

રાજપીપળાના તરોપા ગામે ધાબા ગ્રાઉન્ડ ખાતે શ્રી આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપા અને SHABASH-Trust દ્વારા પોલિસ વિભાગને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાના ફિઝિકલી તાલીમ વર્ગનો પ્રારંભ થયો. હાલનાં સંજોગોને જોતા સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવા માટે ધણા આદિવાસી યુવક-યુવતીઓ પ્રયત્નશીલ હોય છે.

તેઓ પોતાના કૌશલ્ય અને ક્ષમતા અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. પરંતુ પદ્ધતિસરનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને માળખાકીય સુવિધાઓના અભાવના લીધે તેઓ પરીક્ષામાં સફળ થતા નથી જે માટે રાજપીપળાના તરોપા ગામે ધાબા ગ્રાઉન્ડ ખાતે શ્રી આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપા અને SHABASH-Trust સંત બનાદાસ સેવા સંઘ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો.

જેમના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા મેદાન તૈયાર થયું તેવા સતીષ પટેલ, બિપીન, પોલીસ તરીકે શૈલેષ વસાવા, વિજય વસાવા યુથ એકશન ગ્રુપ ગુલીઉમર શાળાના આચાર્ય નિલેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન એલ. વી. વસાવા તથા સભારંભના મુખ્ય ઉદઘાટક ઉપસ્થિત માં શુંભ આરંભ કર્યું.હતું.

અન્ય સમાચારો પણ છે...