કોરોનાનો કહેર:નર્મદામાં વધુ બે કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કુલ આંક 98 પહોંચ્યો

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના યુવક સહિત બે જણ લોકલ ચેપથી સંક્રમિત થયાં

નર્મદા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ વધુ બે દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા અત્યાર સુધી લોકલ સંક્રમણ માત્ર SRP જવાનોમાંથી તેમના પરિવારમાં જોવા મળ્યું હતું. એટલે SRP આધિકારીઓ એ સ્ટેન્ડ બાય ડ્યુટી રાખી એ પ્રશ્ન હલ કર્યો પરંતુ હવે ગંભીર બાબત એ છે કે લોકલ સંક્રમણનો શિકાર હાલ બે દર્દીઓ નોંધાયા છે. જેમાં ડેડીયાપાડા ભરવાડ ચાલીમાં રહેતા 39 વર્ષના યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી લેવાની બાકી છે પણ તેઓને શરદી ખાંસી અને ગાળામાં દુખાવો થતા તેમને આરોગ્ય કેન્દ્ર ડેડીયાપાડામાં સારવાર કરાવી અને સેમ્પલ લેતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે આદિત્ય નગર સોસાયટીમાં રહેતા 68 વર્ષીય માધવસિંહ પરમારને પણ શરદી ખાંસી અને ગાળામાં તકલીફ થતા તેમણે કોવીડ હોસ્પિટલ રાજપીપલા જઈને સેમ્પલ આપ્યા જેમાં કોરોના પોઝિટિવ નીકળતા આરોગ્ય વિભાગે આ બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. આ બંને દર્દીઓને કોનાથી ચેપ લાગ્યો તેના પરિવારમાં કેટલાને ચેપ લાગ્યો એ તમામની તપાસ હાલ આરોગ્ય વિભાગ કરી રહી છે. આજે વધુ બે પોઝિટિવ કેશો આવતા નર્મદામાં કુલ કોરોના પોઝિટિવો ની સંખ્યા 98 પર પહોંચી છે. ગઈ કાલે 61 જેટલા કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો લેવાયા જેમાં 02 પોઝિટિવ આવ્યા અને 59 નેગેટિવ આવ્યા જયારે આજે વધુ 45 કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો લેવાયા છે. 

અન્ય સમાચારો પણ છે...