તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:નર્મદામાં નવા 8 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 826 થયો

રાજપીપલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આજે નવા 8 કેસ પોઝિટિવ આવ્યા જેમાં આમલેથા 2, કરાંઠા 1, જીતનગર હેડ કવાટર 1, ભદામ1 , કેવડિયા કોલોની 1, રાજપીપલા માં સોનિવાડ 1, રાજપૂત ફળીયા1 આમ કુલ 8 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 826 નોંધાવા પામી છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી 6 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 1ને આજે રજા અપાતા, કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 402 દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 360 દર્દીઓ સહિત કુલ-762 દર્દીઓને રજા આપી છે. આમ, વડોદરામાં 4 દર્દીઓ અને હોમ આઇસોલેશનમા 8 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 17 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાં 35 દર્દીઓ સહિત કુલ-64દરદીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...