તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવેશ શરૂ:7 મહિનાથી સૂમસામ સ્ટેચ્યૂ પરિસર પ્રવાસીઓ આવતાં પુનઃ ધબકતું થયું, પ્રથમ દિવસે 600 લોકો આવ્યાં

રાજપીપલા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
7 મહિના સુનું ભાસતું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર શનિવારે ખુલ્લુ મુકાતા પ્રથમ દિવસે પ્રવાસીઓની ચહેલ પહેલથી પુનઃ ધમધમતું થયું હતું.
  • CISFની કડક સુરક્ષા ગોઠવવામાં આવી
  • કોરોના મહામારીના પગલે ગત 17 માર્ચથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરી દેવામાં આવ્યું હતું
  • ટિકિટ સ્કેનિંગથી લઈને એસ્કેલેટર અને તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ રહે એવા માર્ક કરી દેવાયાં

કોરોના કાળમાં ગત 17 માર્ચથી પ્રવાસન સ્થળ બંધ કરાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી શનિવારથી પ્રવાસીઓ માટે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાને રાખી ફરી શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને તંત્ર દ્વારા હવે માત્ર 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવાની જાહેરાત કરી હોવા છતાં 7 મહિલે ખુલ્લા મુકાયેલા પ્રવાસન સ્થળે માત્ર 600 પ્રવાસીઓ જ મુલાકાતે આવ્યા હતા. આ વખતે નવરાત્રિ ઉપર બ્રેક વાગી જતાં પ્રથમ નોરતાથી શરૂ થયેલું પ્રવાસન સ્થળ આગામી દીવસોમાં પ્રવાસીઓ માટે ફરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

કેવડિયાના તમામ પ્રવાસન સ્થળો ખૂલ્યાં
અધિક મુખ્ય સચિવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એમડી ડો.રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કોવિડ-19 ની સંપૂર્ણ કાળજી રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી એક વાર ખુલ્લું મુકાયું છે. ખાસ કરીને શહેરી વિસ્તાર કે જ્યાં કોરોનાના કારણે લોકડાઉનથી કંટાળેલા લોકો પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાય તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતાં જ પ્રથમ દિવસે શહેરી વિસ્તારના પ્રવાસીઓ આવ્યા હતા. હજુ પણ પ્રવાસીઓમાં કોરોનાનો ભય હોય પ્રવાસીઓની સંખ્યા ઓછી જણાઈ રહી છે. કેવડિયા પ્રવાસન ધામના તમામ પ્રોજેક્ટ હવે ખુલી ગયા છે.

સ્ટેચ્યૂ ખૂલતા પ્રવાસીઓની આવક શરૂ થઈ
હવે આવનારા દિવસોમાં પ્રવાસીઓ બે દિવસનું ટુર પેકેજ બનાવીને આવી શકે તેવું પણ દેખાઈ રહ્યું છે. હાલમાં જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન સહિતના સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા છે. પ્રવાસીઓ જેના ખુલવાની રાહ જોતા હતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ હવે પ્રવાસીઓ માટે ખુલી જતાં પ્રવાસીઓની આવક શરૂ થઈ ગઈ છે.

SOU પરિસની સુરક્ષાની જવાબદારી હવે CISF કરી રહ્યું છે
SOU પરિસરની સુરક્ષાની જવાબદારી હવે CISF કરી રહ્યું છે. જે સ્ટેચ્યુ સાથે પ્રવાસીઓની પણ સુરક્ષા કરશે. સુરક્ષા જવાનો દ્વારા ટિકિટ સ્કેનિંગથી લઈને એસ્કેલેટર અને તમામ જગ્યાએ પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તેની કાળજી રાખશે. જોકે તંત્ર દ્વારા તેના માટે માર્કિંગ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓને સતત ધ્યાન અપાવવા માટે માઈકમાં પણ એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા કર્મીઓ સર્કલમાં ઉભા રહેવાની ફરજ પાડે છે. જેથી પ્રવાસીઓ પણ ખુશી સાથે પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.

અમે બે દિવસનું પ્લાનિંગ કરીને આવ્યા છીએ
અમે લોકડાઉનમાં કંટાળી ગયા હતા. ઘરમાં રોજ રૂટિન કામથી પણ બોર થતા હતા. અનલોક શરું થયું પણ પ્રવાસન ધામો ખુલ્યા નહોતા. હવે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે બીજા સ્થળો પણ ખુલ્યા છે. અમે અહીં બે દિવસનું પ્લાનિંગ કરીને આવ્યા છે. અહીં જ રોકાઈને આસપાસના તમામ પ્રોજેક્ટ જોઈને જવાના છીએ. 7 મહિના પછી લાઈફમાં કંઈક રિલેક્સ થયા હોય તેમ લાગે છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તંત્ર દ્વારા માર્કિંગ કરી દેવાયું
સ્ટેચ્યુ પરિસની સુરક્ષાની જવાબદારી હવે CISF કરી રહ્યું છે. સુરક્ષા જવાનો દ્વારા ટિકિટ સ્કેનિંગથી લઈને એસ્કેલેટર અને તમામ જગ્યાએ પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તેની કાળજી રાખશે. જોકે તંત્ર દ્વારા તેના માટે માર્કિંગ કરી દેવાયું છે. પ્રવાસીઓને સતત ધ્યાન અપાવવા માઈકમાં પણ એનાઉન્સ કરાઇ રહ્યું છે. સુરક્ષા કર્મીઓ સર્કલમાં ઉભા રહેવાની ફરજ પાડે છે. જેથી પ્રવાસીઓ પણ ખુશી સાથે પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો