ગૌરવ:નર્મદાની બે સ્કૂલના બાળકોના ગીતો વિશ્વ કક્ષાએ ચમક્યા

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા,યુરોપ સહિત 30 દેશોએ ગીતો પ્રદર્શિત કર્યાં

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર પ્રાયોજિત મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા એ ગ્લોબલ સાયન્સ ઓપેરા ની ગ્લોબલ આર્ટ મૂવમેન્ટ સાથે સંકળાયેલ છે. ગ્લોબલ સાયન્સ ઓપેરાએ એક વૈશ્વિક ચળવળ છે જેમાં દુનિયાના વિધાર્થીઓ સાયન્સ ઓપેરા (વિજ્ઞાન સંગીત નાટક) અથવા નાટક અથવા ગીત તૈયાર કરે છે.

આમ કરવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે બાળકો સમૂહમાં કામ કરે, વિજ્ઞાન, વિવિધ કલા,તથા પ્રોધોગિકીનો સમન્વય કરીને રચનાત્મક કૃતિ/વિચાર દાખવે. આ વર્ષે ગત 20 નવેમ્બર 21 ના રોજ દુનિયાના વિવિધ 30 દેશોના વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા તૈયાર કરાયેલ રચનાત્મક કૃતિઓ ગ્લોબલ સાયન્સ ઓપેરાના પ્લેટફોર્મ પર ઓનલાઇન પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લાની બે શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ખીલે-ઇકોસિસ્ટમની પુનઃ સ્થાપના થીમને ધ્યાને રાખીને કૃતિ રજૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...