તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પુત્રને PIનું પ્રમોશન મળ્યું તેજ સમયે ચાર શખ્સે પિતાની હત્યા કરી, અકસ્માતમાં ખપાવવા પ્રયાસ

રાજપીપલા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિલકવાડાના માંગુ ગામે 70 વર્ષીય નિવૃત પોલીસ કર્મીની હત્યામાં 4 હત્યારા ઝડપાયા

તિલકવાડાના માંગુ ગામે રહેતા એક ખેડૂત પાસેથી ગામના એક શકશે તેના સંબંધીને રૂપિયા અપાવ્યા હોય કોરોના માં ધંધો ઠપ્પ રહેતા રૂપિયા પરત ના મળતા આ વૃદ્ધે જે શખ્સે રૂપિયા અપાવ્યા તેની સાથે.ઝગડો કર્યો જે ઝઘડાની રીશ અને વરમાવર ઉઘરાણી ને લઈને ગત રોજ ખેતરમાં કામ કરતા આ વૃદ્ધને 4 શકશો એ મળી પાવડા વડે માથાના ભાગે ઘા મારી હત્યા કરી આ હત્યાને અકસ્માત માં ખપાવવા વૃદ્ધની એક્ટિવા સાથે પહાડ ગામન નજીક રોડ પર પુલ પાસે ફેંકી નાસી ગયા હતા. પોલીસે આ ભેદ ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો 4 શકશો ની ધરપકડ કરી લીધી છે.

જોકે આ વૃદ્ધ એક જેલ માં પોલીસ.કર્મી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અને તેના પુત્ર રાજેન્દ્ર બારીયા ફતેગંજ વડોદરાના પી.આઈ છે અને 8 તારીખે પિતાની હત્યા થઈ જ્યારે 10 તારીખે નર્મદા પોલીસે આરોપીની ડિટેન કરી પણ બીજી બાજુ પીઆઇ રાજેન્દ્ર બારીયા નું પ્રમોશન આવ્યું અને હાલ રાજકોટ ખાતે મહિલા સેલમાં ડીવાયએસપી તરીકે પ્રમોશન મળ્યું.

ગત 8જુલાઈ21 ના રોજ માંગુ ગામના 70 વર્ષીય રહીશ શનાભાઈ નાનાભાઈ બારીઆનો મૃતદેહ રાત્રીના માથાના ભાગે ગંભીર ઈજાઓ, ડાબા ખભાના નીચેના ભાગે ઈજાઓ વાળો રસ્તા પર પડેલો તિલકવાડા પોલીસ ને માલી આવ્યો.તિલકવાડા પોલીસ PSI એમ.બી.વસાવા, સી.એમ ગામીત દ્વારા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાથે LCB નર્મદા ના પી.આઈ એ.એમ પટેલ અને તેમની ટીમ કામે લાગી ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચાર શખ્સોશોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...