રજુઆત:સરપંચોએ પોતાના હક્ક બાબતે ડીડીઓને આવેદન પત્ર પાઠવ્યું

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામોમાં ગેરરીતિ જણાય આવે છે: સરપંચો

સરકારના ધારા ધોરણ મુજબ રૂપિયા 5લાખથી નીચેના વિકાસના કામો જેવાકે એ.ટી.વી.ટી, આયોજન મંડળ, ગુજરાત પેટર્ન યોજનક, 15 ટકા વિવેકાધિન યોજના જેવી વિવિધ યોજનાઓ ગ્રૂપ ગ્રામ પંચાયતો, તેમજ ગ્રામ પંચાયતો હસ્તક થાય તે માટે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.તેમ છતાં સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કરી તાલુકા પંચાયતો હાલ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી નર્મદા જિલ્લાના સરપંચોનો હક અને સત્તા છીનવાતી હોવાના ગંભીર આક્ષેપ નર્મદા જિલ્લાના સરપંચોએ લગાવ્યા હતા.આ મામલે નર્મદા ડી.ડી.ઓ ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

નર્મદ જિલ્લાના સરપંચોનું કહેવું છે કે જો આ ટેન્ડર પ્રક્રિયા બંધ નહિ થાય તો નર્મદા જિલ્લાના તમામ સરપંચો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમજ તાલુકા પંચાયતોની નવી બોડીના પ્રતિનિધિઓ દ્વારા સરપંચો સાથે થતો અન્યાય બંધ થાય તે માટે હાઇકોર્ટ સુધી જઈશું.તાલુકા પંચાયતોની ટેન્ડર પ્રક્રિયા થકી વિવિધ એજન્સીઓ દ્વારા ગ્રામ્ય લેવલે થતા વિકાસના કામોમાં ગેરરીતિ જણાય આવે છે ગુણવત્તા વગરના કામો કરવામાં આવે છે, તેના લીધે ગ્રામજનોનું સરપંચોએ સાંભળવું પડે છે.માટે આ ટેન્ડર પ્રક્રિયા બંધ નહિ થાય તો અમે લોકો આવનારી વિધાન સભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે..ટૂંકા ગાળામાં સરપંચો ની ચૂંટણી યોજાની ત્યારે પોતાના હક્કો માટે સરપંચો હાલ ચૂંટણી પહેલા જ પોતાના હક્કો ની માંગણી કરી રહ્યા છે. હવે ભાજપ સરપંચોની ચૂંટણી પણ મેન્ડેટ પર લડવાની જાહેરાત કરી છે ત્યારે સરકારના નિયમો અને ભાજપ ના જ સિનિયર નેતાઓ સામે આ આંદોલન કહેવાય.એ કેટલે અંશે વ્યાજબી કેવાય એવી ભાજપના નેતાઓ માં ચર્ચા એ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...