પરિવહન:રાજપીપલા-ડભોઇ વચ્ચેના રંગસેતુનાે બ્લોક 4 સેમી તુટતાં રસ્તો બંધ કરાયો

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તિલકવાડાથી વડોદરા તરફનું ડાયવર્ઝન ભરદારી વાહનો માટે મુશ્કેલ બન્યું

રાજપીપલા થી ડભોઇ જતા મુખ્ય માર્ગ વચ્ચે આવતા નર્મદા નદી પર નિર્માણ રંગસેતુ પુલ હાલ 9 બ્લોક 4 ઇંચ બેસી જતા હાલ તંત્ર દ્વારા પોઇચા બ્રિજ મોટા વાહનો બંધ કરવામાં આવ્યા છે. નર્મદા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. રાજપીપલા થી વડોદરા જતા માર્ગ મોટા ટ્રક, બસ સહિત વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે. જોકે નાના વાહનો ચાલુ રહેશે.જોકે ભારે વાહનો ને લઈને હાલ આ પરિસ્થિતિ થઈ છે અને બીજું ભૂકંપના ઝાટકાની પણ અસર ગણવા માં આવી રહ્યું છે.આ રંગસેતુ બ્રીજ ગત નવેમ્બર 2017 માં એક મહિનો બંધ રાખી વાયા ગરુડેશ્વર થી તિલકવાડા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેમાં ગરુડેશ્વર બ્રિજ પણ બેસી જતા કેવડિયા થઇ વાહનો જતા હતા. હાલ ફરીઆ બ્રિજ બંધ કારમાં આવ્યો છે.એટલે ગરુડેશ્વર બ્રિજ પર લોડ વધી જશે અને 40 કિમીનો વધુ ફેરો પડશે તે અલગ..માટે જેમ બને તેમ વહેલો બ્રિજ રીપેર કરવો તે જરૂરી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...