તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ સ્પર્ધાનું આયોજન ગુજકોસ્ટ, મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે તમામ સપર્ધાઓ ઓનલાઇન યોજવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લમાં મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાંથી 49 જેટલા પ્રોજેક્ટો રજુ થયા હતા. જેમાં 6 પ્રોજેક્ટને રાજ્યકક્ષાએ પસંદગી કરાઈ છે. જિલ્લા કક્ષાએ બોરીદ્રાની શાળાનો કોરોનમાં આયુર્વેદિક ઉકાળાનો પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો છે.
આ વર્ષે કોરોના મહામારીને લઈને ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી જેમાં ઓનલાઇન પ્રોજેક્ટો મંગાવવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન gujkost ગુજરાત ના કથન કોઠારી અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટર ભરત ડોડીયા અને કલ્પના રજવાડી દ્વારા કરવામાં આવ્યો હતો. મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા તાજેતર માં લેવાયેલ ઓનલાઈન ડિજીટલ સ્પર્ધા મા બોરિદ્રાની ધોરણ 8 ની બે બાળાઓ એ અલગ અલગ બે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યાં હતા.
મુખ્ય શિક્ષક અનિલ મકવાણાના માર્ગ દર્શન હેઠળ જયા બેન વસાવા ધો.8એ પોતાની શૈલીથી કોરોના જેવી વૈશ્વિક મહામારી મા સમાન્ય થતી શરદી; ખાંસી અને તાવમાં રાહત મળે તેવા હેતુથી “રોગપ્રિકારકશક્તિ માટે આયુર્વેદિક ઉકાળાના મહત્વ નો અભ્યાસ,””આ સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.તેમજ ફાલ્ગુનીબેન પટેલે 2.. વસાવા ક્રિષ્ના બેન ધો. 8ને”પરંપરાગત બળદગાડું”તે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
બોરીદ્રા શાળાના જ 2 પ્રોજેક્ટની પસંદગી થઈ
જિલ્લાકક્ષાએ યોજાયેલા પ્રદર્શનમાં નાંદોદ તાલુકાની બોરિદ્રા શાળાના ત્રણ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યાં હતા. જેમાંથી શાળાના 2 પ્રોજેક્ટ રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા છે. તેમની સાથે જીયોરપાટી, રાજેન્દ્ર વિદ્યાલયના પ્રોજેક્ટની રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ છે.આમ બોરિદ્રા ગામ મા સંશોધન થયેલી બે પ્રોજેક્ટ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ઓનલાઈન રજૂ થશે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.