તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:શિક્ષણમંત્રી શૂલપાણેશ્વરના પરમ ભક્ત, સોમવતી અમાસે પૂજા કરી

રાજપીપળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેવડિયા પાસેે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના ભક્ત છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવા અવશ્ય આવે જ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસનો યોગ હોવાથી પૂજા કરવા કેવડિયા પહોંચ્યા હતા. તેમણે પૂજા કર્યા બાદ નર્મદા બંધના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ થાય અને ડેમમાં પાણીની સારી આવક થાય તેવી મહાદેવને પ્રાર્થના કરી હતી.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તેવી પ્રાર્થના પણ કરી છે
પ્રાર્થના કરી છે કે નર્મદા ડેમ ભરાઇ જાય અને સરકારનું આયોજન છે કે પીવાના પાણીની તકલીફ ઊભી ન થવી જોઇએ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વારંવાર કહ્યું હતું કે પીવાના પાણીનો જથ્થો રાખ્યો છે. આવતા વર્ષ સુધી પીવાની પાણીની કોઇ તકલીફ ઊભી નહીં થાય. > ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,શિક્ષણમંત્રી.

અન્ય સમાચારો પણ છે...