રાષ્ટ્રપતિના આગમનને લઇ તંત્ર એલર્ટ:કેવડિયામાં 25મીથી રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષો સાથે ત્રણ દિવસ સુધી સેમિનાર કરશે, 2000 જવાનો સુરક્ષા સંભાળશે

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તસવીર - Divya Bhaskar
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તસવીર

કેવડિયામાં રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 25થી 27 નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ બેઠક માટે જિલ્લા કલેકટર ડી.એ શાહે 37 કમિટીઓની રચના કરી 500 થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સ્પોટ પર હાજર રહેવા હુકમ પણ કરી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ 4 જિલ્લાના પોલીસના 2000 સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય કરવામાં આવશે.

પ્રવાસીઓની મુશ્કેલીઓ વધશે
પીએમના કાર્યક્રમને લઇને 5 દિવસ આખું કેવડિયા પ્રવાસન ધામ બંધ કરાયું હતું. આ કાર્યક્રમને લઈ તંત્રે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રાખ્યા છે કે કેમ તે જોવું રહ્યું. હાલ દિવાળી વેકેશન હોય પ્રવાસીઓએ બુકિંગ કરાવી દીધા છે. આગામી 22 તારીખ સુધી તો બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે.જેથી પ્રવાસીઓ અટવાશે જેની તંત્રે કાળજી રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...