તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:કોરોનામાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને શોધીને નિર્ભયા ટીમે રાજ્ય સરકારની સહાય અપાવી

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા પોલીસની નિર્ભયા ટીમ વૃદ્ધા પેન્શન અને વિધવા પેન્શન માટે મદદે આવી

પોલીસ અને પ્રજા વચ્ચે સ્નેહનો સેતુ સાધવાના હેતુ માટે રાજ્ય સરકારે સુરક્ષા સેતુની રચના કરી. નર્મદા પોલીસે નિર્ભયા સ્કોર્ડ બનાવી એક પહેલ કરી. આ નિર્ભયા ટીમ માત્ર મહિલા રક્ષણ અને મહિલા સસક્તિ તાલીમ જ નહીં માનવતા ભર્યું ઉમદા કાર્ય કરી રહી છે. ગામેગામ નિરાધારોની મદદ કરી રહી. હાલ કોરોનામાં જે બાળકો એ પોતાના માતા પિતા બંને ગુમાવ્યા છે. એવા બાળકોને માસિક 4000 રૂપિયા લાભ પણ નિર્ભયા સ્કોર્ડ અપાવી રહી છે.

પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ચેતના ચૌધરીના દેખરેખ હેઠળ પી.એસ.આઇ કે કે પાઠક ના નેતૃત્વમાં કામ કરી રહેલ નિર્ભયા ટીમ નર્મદા જિલ્લામાં એક નવો પ્રજાલક્ષી અભિયાન સુરુ કર્યું છે આ અભિયાન હેઠળ વિધવા મહિલાઓ અને વૃદ્ધા લોકોને મળવાપાત્ર સરકારી સહાય અપાવવા અને હવે મુખ્યમંત્રી સહાય યોજના કરોનાકાળ માં મૃત્યુ પામેલ બાળકોના મા-બાપ જે બાળકો અનાથ થઈ ગયેલા છે એવા બાળકોને સરકારના મુખ્યમંત્રી યોજના તહેત મળવાપાત્ર દર માસ 4000 રૂપિયા અપાવવા પ્રયત્નશીલ છે.

ત્યારે નાંદોદ તાલુકાના કુંવરપુરા ગામેથી બે બાળકો હોવાની વાત મળતા PSI કે.કે. પાઠક કુંવરપુરા ગામે બાળકોના ઘરે પહોંચી આખા ઘટનાથી વાકેફ થયા અને બાળકોને સાથે લઈ કલેકટર ઓફિસ જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે જરૂરી દસ્તાવેજો જમા કરી કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...