તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ભયા ટીમની કામગીરી:સાગબારાના સીમનીપાદર ગામે વિધવાને નિર્ભયા ટીમે દબાણ હટાવી જમીન અપાવી

રાજપીપલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા પોલીસની નિર્ભયા ટીમની મહિલા કર્મીઓ ગામેગામ જઈને લોકોની મદદ કરે છે

પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ સમાન સુરક્ષા સેતુ દ્વારા નર્મદા જિલ્લામાં ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં એક માત્ર નર્મદા જિલ્લામાં ચાલે છે. તાજેતરમાં સાગબારા તાલુકાના સીમનીપાદરમાં એક વિધવા વસાવા હીરાબેન ઉરજીએ નિર્ભયા ટીમને અરજી આપી હતી કે, મારી જમીન ઉપર ગામના જ વસાવા હિતેશ કાંતિલાલ હડપી લેવા કોશિશ કરી રહ્યા છે. આ જમીન ખેડવા અને મારી જમીન ઉપર ગેરકાયદેસર બાથરૂમ બનાવવા કામ કરે છે.

જે બાબતે સાગબારા નિર્ભયા ટીમના મહિલા પોલીસ વસાવા નર્મદાબેન અને વસાવા દર્શનાબેન વિધવા મહિલા હીરાબેનને પોતાના સ્કુટી પર બેસાડી તરત જ એમના ઘેર જઈ ને એમની જમીન પાછી અપાવી અને જમીન ઉપર બાથરૂમ બનાવતા વસાવા નીતીશ ભાઈ કાંતિલાલ કામ રોકી હિરાબેન ને એમની જમીન પાછી અપાવી હતી. સારી ઉમદા કામગીરી બદલ નર્મદા જિલ્લાની અને ગુજરાતની પ્રથમ નિર્ભયા ટીમ અન્ય જિલ્લા માટે પણ પ્રેરણા રૂપ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...