કામગીરી:શાળા કોલેજો ચાલુ થતા જ નિર્ભયા સ્કવોર્ડ સક્રિય બની

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીનીઓને સુરક્ષિત માહોલ મળે તેવો નિર્ભયા સ્કવોર્ડનો આશય
  • નિર્ભયા સ્કવોર્ડે શાળાઓ સામે આંટા મારતા યુવાનોની પૂછપરછ કરી

કોરોના કાળ બાદ હવે રાજ્ય સરકારે 5થી 12ની સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવાના વધુ બાળકો હોય તો 50 ટકા હાજરીથી શિક્ષણ ઓનલાઇન અને ઓફ લાઈન અાપવાની છૂટછાટ કોવીડ ગાઇડલાઇન પ્રમાણે આપી છે. ત્યારે સ્કૂલ-કોલેજો ચાલુ થતાં વિદ્યર્થીનીઓની છેડતીના કિસ્સા સામે આવતા નર્મદા પોલીસે ડીવાયએસપી ચેતના ચૌધરીના નેતૃત્વમાં પીએસઆઇ કે.કે.પાઠકના માર્ગદર્શન હેઠળ નિર્ભયા સ્કોટ સક્રિય બની છે.

એક એન્ટી રોમિયો સ્કોર્ડની જેમ નિર્ભયા સ્કોર્ડના વર્ષાબેન, કિંજલબેન, રેખાબેન અને પ્રભાબેન ચારની ટીમે એસટી બસ ડેપો પર ચેકીંગ ગોઠવ્યું અને શાળાએ જતી અને છૂટીને આવતી વિદ્યાર્થીઓને રક્ષણ પૂરું પાડી જે ડેપો અને સ્કૂલ બહાર ખોટા બેસી રહે અને આંટા ફેરા માર્યા કરે એવા યુવકોને પકડીને પૂછપરછ કરી સપાટો બોલાવ્યો હતો.

છોકરીઓ નિર્ભયા સ્કોટની ટીમને જોઈને સુરક્ષિત મહેસુસ કરતી હતી.આ બાબતે પીએસઆઇ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે રાજ્ય સ્કૂલો ખુલી ગઇ છે ત્યારે વિદ્યાર્થીઓની છેડતીઓના કિસ્સાના બનતા હોય રોમિયો બનીને છોકરીઓને પરેશાન કરતા અટકાવવા અને વિદ્યાર્થીનીઓ સારૂ શિક્ષણ મળવી શકે તે માટે નિર્ભયા સ્કોટની ટીમને સક્રીય છે.

અન્ય સમાચારો પણ છે...