તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:પશુ ચરાવવા ગયેલી સગીરા પર ગામના જ યુવકનું દુષ્કર્મ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇને કહીશ તો મારી નાખીશ તેવી યુવકે ધકમી આપી
  • સગીરાના પરિવાર યુવાન સામે ફરિયાદ નોંધાવી

નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામની સીમમાં આદિવાસી પરિવારની સગીરા પોતાના ઘરેથી પશુઓ લઈને સીમમાં ચરાવવા માટે ગઈ હતી. બપોરના દોઢ વાગ્યાના સુમારે શેરડીના ખેતર નજીક પશુ સગીરા ચારતી હતી. દરમિયાન ગામમાં રહેતો અલ્પેશ મહેંદ્ર વસાવા બાઈક લઇ ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરાનો હાથ પક્ડી શેરડીના ખેતરમાં ખેંચી ગયો હતો.

ત્યાં તેને સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ આ યુવાને દુસ્કર્મ આચર્યું હતો. સગીરા બચાવવા માટે બૂમો પડતી રહી પણ મો દબાવી રાખ્યું હતું. યુવકે આ વાત કોઇને પણ કહીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી યુવાન ભાગી ગયો હતો. ઘરે આવી સગીરાએ પોતાના પરિવારને સઘળી હકીકત જણાવતા પરિવારે આમલેથા પોલીસ સ્ટેશનમાં જઈને દુષ્કર્મ આચરનારા યુવાન અલ્પેશ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પીએસઆઇ એ.એસ.વસાવાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...