તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રાજપીપલા પાલિકા ચીફ અધિકારીની ગેરહાજરીમાં સભ્યોએ કામ સંભાળ્યું

રાજપીપળા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીઈબીએ વીજ કનેક્શન કાપતા નગરમાં અંધારપટ છવાયો હતો
  • પાલિકાના અનેક વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા હજુ જેમની તેમ જ

રાજપીપલા નગરપાલિકામાં ભાજપની જંગી જીત અને બહુમતી થી સત્તા સાંભળવાના છે. જોકે હજુ હોદ્દેદારોની વરણી કરવાની બાકી છે. ત્યાં સુધી જવાબદારી વહીવટદાર ની છે. પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો હોય સત્તા પર બેસી પ્રજાલક્ષી કામગીરી કરશે પણ હાલ સત્તા વાહીવટદારની હોય. પ્રજામાં સેવા કારવાની મુશ્કેલીઓ હલ કરવાની હાલ જવાબદારી ભાજપના ચૂંટાયેલા યુવા નેતાઓની બની છે ત્યારે વોર્ડ 4 માં સફાઈ ની બૂમો ઉઠતા કિંજલબેન તડવી એ સફાઈ કરાવવાની શરૂઆત કરાવી સફાઈ કર્મીઓની ટીમો મૂકી દીધી.

રાજપીપલા વોર્ડ 2, 3 અને 4,6 સહિતના વિસ્તારોમાં પાણીની બૂમો ઉઠી છે. વોર્ડ 2 માં આવતા પાણીના પ્રવાહમાં તો કુવાની મોટર બળી ગઈ છે.જેને આજે અઠવાડિયું થયું, બીજી બાજુ પાલિકાનું વીજ બિલ બાકી હોય જીઈબીએ સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપી નાખ્યું. નગર માં સફાઈ થતી નથી આવા પ્રશ્નો એક સાથે બનવા ચીફ ઓફિસર રજા પર જવું કોઈ ચોક્કસ કારણ થી થતું હોય એવી શક્યતાઓ ઉભી કરે છે. 3 માર્ચે ભાજપ સત્તામાં આવી હોવાની વાત તમામ લોકોને ખબર પડી છતાં આવું કેમ ભાજપ બેસે એ પહેલાં ભાજપ પ્રત્યે પ્રજામાં રોશ ફેવવાનો હીન પ્રયત્ન થયો કહી શકાય જે જવાબદારી વહીવટદાર ની છે તે મુખ્ય અધિકારી પુરી કરવમાં નિષ્ફળ નીવડ્યા હોય એવો પ્રજામાં રોષ વધી રહ્યો છે.

નગરમાં જે સમસ્યા છે. તાત્કાલિક દૂર કરવા મુખ્ય અધિકારી જેવા રજા પરથી આવે એટલે આ સમસ્યા હલ કરવી જરૂરી છે. પાણીની મોટર લાવવી જરૂરી છે સફાઈ તો ભાજપ ના સભ્યો હાલ વોર્ડમાં કરવી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન જે કાપી નંખાયું એમાં ભાજપ આગેવાનો દ્વારા તાત્કાલિક અસર થી ચાલુ કરાવવા ની સૂચના આપી એટલે ચાલુ થઇ ગઈ પરંતુ હાલ મુખ્ય અધિકારી રજા પર છે. છતાં તેમનું કામ હાલ ચૂંટાયેલા સભ્યો કરી રહ્યા છે. પાણીની સમસ્યા ઉકેલવા પાણીના વોટર બાઉઝર મોકલી પાણી પૂરું પાડવામાં આવે છે. મુખ્ય અધિકારી આવે ખર્ચ માટે જરૂરી સત્તા હાલ તેમની પાસે હોય તેઓ રજાપર હોય આ કામગીરી પણ અટવાઈ છે.

ચીફ ઓફિસરની બદલી થવી જોઈએ
ચૂંટણી જાહેર હોય આચારસંહિતા માં વહીવટદાર પાસે શાસન હોય હીવટદારે સમસ્યા ઉકેલવાની હોય અમારા બીજા વોર્ડ માં ચાર દિવસથી પાણી આવતું નથી.મહિલાઓ પાણી માટે ટળવળે છે. અને મુખ્ય અધિકારી રજા પર ગયા છે.પાલિકામાં રજુઆત કરવા ગયા તો કહે સાહેબ રજાપર છે. અમે કોની પાસે રજુઆત કરીએ રાજપીપલા અંધારપટ્ટ છવાયું જાહેર માર્ગો અંધારામાં કોઈ ઘટના બની જાય તો કોણ જવાબદાર એટલે આવા અધિકારીની બદલી થવી જોઈએ અને જીતેલા ઉમેદવારો વહેલા જવાબદારી સંભાળી મોટર નવી નખાવી પાણી પૂરું પાડે એ જરૂરી છે.> ડી.પી.ટેલર, સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...