તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્મદા જિલ્લામાં અને રાજપીપલા શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ થઇ રહેલી કામગીરી અને પ્રયાસોમાં રાજપીપલાના વિવિધ વેપારી મંડળો અને રાજપીપલા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્સીલરોને જોડી રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસના અધ્યક્ષપદે તાકીદની બેઠક યોજીને જિલ્લા વહિવટીતંત્રને જરૂરી સહયોગ મળી રહે તે માટે કરાયેલી અપીલના પ્રતિસાદ રૂપે તેમના તરફથી પૂરતા સહયોગની ખાત્રી અપાઇ હતી.
જોકે રાજપીપલા શહેરમાં ગ્રાહકો આવતા ઓછા થાય તો સંક્રમણ ઓછું થાય એ માટે રાજપીપલા ના તમામ વેપારી એસોસિયેશને નક્કી કર્યું કે રાજપીપલા શહેરમાં સાંજે 6 વાગ્યા સુધી બજાર જાતે સ્વયંભૂ બંધ કરી દેવાનું જે સવારે 6 વાગ્યા સુધી એટલે કોઈ જાહેરનામું નથી કે કોઈ વહીવટી તંત્ર ની સૂચના પરંતુ કોરોના માં સ્વ બચાવ અને કરોના ફેલાતો અટકાવવા વેપારીઓ એ 12 કલાકનો જનતા કર્ફ્યુ જાતે લગાડ્યો જોકે 12 કલાક લોકો ઘરની બહાર ના નીકળે શહેરમાં ના આવે જેથી સંક્રમણ ઓછું થાય એવી વેપારીઓ એ અપીલ કરી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એ પણ વેપારીઓ ની આ પહેલ ને બિરદાવી છે.
રાજપીપલા શહેરના વિવિધ વેપારી મંડળ, અનાજ કરીયાણા, કાપડ એસોશિએશન, વેજીટેબલ એન્ડ ફ્રુટસ એસોશિએશન વગેરેના અગ્રણીઓ રમણસિંહ રાઠોડ, સાધુભાઇ પંચોલી, જયેશભાઇ ગાંધી, નયનભાઇ કાપડીયા, તુલસીભાઇ, મહેન્દ્રભાઇ પટેલ, પ્રેમશરણ પટેલ વગેરે સહિતના અગ્રણીઓ ઉપરાંત રાજપીપલા નગરપલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, સહિતના મ્યુનિસિપલ કાઉન્સીલરો, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક રાજેશ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એન.યુ.પઠાણ, નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, જિલ્લા આરોગ્યતંત્રના એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ વગેરેની ઉપસ્થિતિમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિવિધ વેપારી મંડળ અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સહયોગ માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.