ગુજરાતની જીવાદોરી છલોછલ:ન્યૂયોર્કની 2 મહિના, અમદાવાદની આખું વર્ષ તરસ છીપાવી શકે તેટલું પાણી નર્મદાની પાકી કેનાલમાં આવ્યું

રાજપીપળાએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અહીંથી શરૂ થાય છે સૌથી લાંબી પાકી સિંચાઇ કેનાલ. - Divya Bhaskar
અહીંથી શરૂ થાય છે સૌથી લાંબી પાકી સિંચાઇ કેનાલ.
 • 17000 કરોડ લિટર પાણીથી ભરેલી ‘સૌથી લાંબી’ પાકી કેનાલ
 • 458 કિમી. લાંબી આ કોંક્રિટ કેનાલમાં અત્યારે 77% પાણી છે

આ દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઇ કેનાલ છે જેમાં અત્યારે 17 હજાર કરોડ લિટર એટલે કે કુલ ક્ષમતાના 77 ટકા પાણી છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 75 ટકા ભરાયેલો છે. આ ડેમની પાસેથી જ 458 કિમી લાંબી કેનાલ શરૂ થાય છે.

પાણી પુરવઠા ગ્રીડથી રાજ્યની 75 ટકા વસ્તીને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.
કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની બે મહિનાની તરસ છીપાવી શકે છે. નર્મદા આધારિત રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડથી રાજ્યની 75 ટકા વસ્તીને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે-ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેક્ટર એટલે કે કુલ ખેતીલાયક વિસ્તારના 15 ટકા જમીનમાં સિંચાઇનો લાભ મળે છે.

નર્મદા કેનાલ
નર્મદા કેનાલ

એમ જ નથી કહેવાતી જીવાદોરી

 • 458 કિલોમીટર નર્મદા મુખ્ય કેનાલની લંબાઇ
 • 22,000 કરોડ લિટર કેનાલમાં કુલ સંગ્રહિત ક્ષમતા
 • 17,100 કરોડ લિટ રકેનાલમાં અત્યારે પાણીનો જથ્થો
 • 10,000 ગામ-175 શહેરનર્મદાનું પાણી પીવા માટે મેળવે છે
 • 18 લાખ હેક્ટર જમીનને સિંચાઇ માટે મળે છે લાભ
 • 25 ડેમ, 750 તળાવો નર્મદાની કેનાલ દ્વારા ભરાયા છે
નર્મદા કેનાલનો નજારો
નર્મદા કેનાલનો નજારો

દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ કેનાલ

 • 274 કેનાલ પર બનેલા રોડ બ્રિજ
 • 38 કેનાલની બ્રાન્ચ સંખ્યા
 • 274 મુખ્ય કેનાલ પર બ્રિજ
 • 598 મુખ્ય કેનાલનાં સ્ટ્રકચર
 • 23000 ટન સ્ટિલનો ઉપયોગ
બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ
બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ
અન્ય સમાચારો પણ છે...