તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • The Highest Rainfall In 24 Hours In Narmada Is Three Inches In Dadiapada, With Tilakwada Leading The Total Rainfall Of The Season With 763 Mm.

મેઘમહેર:નર્મદામાં 24 કલાકમાં સૌથી વધુ ડેડિયાપાડામાં ત્રણ ઈંચ વરસાદ, મોસમના કુલ વરસાદમાં તિલકવાડા–763 મિમી સાથે મોખરે

રાજપીપલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળ્યા હતા. - Divya Bhaskar
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળ્યા હતા.
  • નર્મદા જિલ્લાામાં અત્યારસુધી સરેરાશ કુલ-592 મિમી વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં ગત રાત્રીના કલાકે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ દેડિયાપાડા તાલુકામાં-88 મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-07 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં-74 મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-54 મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-13 મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લા માં આજદિન સુધી સરેરાશ કુલ-592 મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લા માં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-763 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે.

જ્યારે દેડિયાપાડા તાલુકો-728 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-615 મિ.મિ સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-464 મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-391 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-138.68 મીટરની સામે-116.63 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-116.11 મીટરની સામે-105.38 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-187.78 મીટરની સામે-180.60 મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-187.41 મીટરની સામે-180.70 મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-31.09 મીટરની સામે 14 મીટર સપાટી પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...