તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સિવિલની મંથર કામગીરી જોઇને આરોગ્ય મંત્રી રોષે ભરાઇ ગયા

રાજપીપલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 વર્ષથી ગૂંચવાયેલા કામને આરોગ્ય મંત્રીએ હાથમાં લીધું
  • રાજપીપલાની જૂની સિવિલ હોસ્પિટલ ચાલુ રાખવા રજૂઆત
  • રાજપીપલા સિવિલ હોસ્પિટલનું ગોકળ ગતિએ ચાલતું કામ જોઈ આરોગ્ય મંત્રી રોષે ભરાયા હતાં તેમજ તમામ જવાબદાર આધિકારીઓને રિપોર્ટ લઇ ગાંધીનગર પહોંચવા તાકીદ કર્યાં હતા.

રાજપીપળાની નવી સિવિલ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોઇ આરોગ્ય મંત્રી રોષે ભરાયાં હતાં. કસુરવારોને ગાંધીનગર રિપોર્ટ કરવા તાકીદ કરી હતી. રાજપીપલાની નવી 200 બેડની હોસ્પિટલ લગભગ 6 વર્ષથી વિવાદમાં આવતા કામગીરી ઘોચમાં પડી છે બે કોન્ટ્રાકટર ની લડતમાં રાજપીપલા સહીત જિલ્લાના લોકોને સુવિધાઓ મળતી નથી.

ઉપરથી જીવન જોખમે જૂની જર્જરિત સિવિલમાં સારવાર કરાવી રહ્યા છે, ત્યારે જો નવી સિવિલ હોસ્પિટલ બની ગઈ હોત તો લોકોને આરોગ્ય લક્ષી સુવિધા મળી રહેત પરંતુ આ વિવિદ હટાવવો જરૂરી હોય રાજપીપલામાં શિક્ષક દિવસની ઉજવણીમાટે આવેલ આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી આવ્યા હતા ત્યારે તેમની સાથે ભાજપ પ્રમુખ ઘનસ્યામ પટેલ, કમલેશ પટેલ સહીત સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા, જિલ્લા આરોગ્ય આધિકારી કે.પી.પટેલ સહીત આરોગ્ય આધિકારીઓ હાજર રહ્યા હતા.

કિશોરભાઇ કાનાણી એ રાજપીપલા ની વિવિદાસ્પદ સિવિલ હોસ્પિટલ જે વર્ષોથી આધુરી છે તેની મુલાકાત કરી કેમ અધૂરું કામ છે કઈ સમશ્યા છે જે તમામની માહિતી લઇ આને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો ઉધડો લીધો હતો અને ગાંધીનગર રિપોર્ટ લઈને બોલાવ્યા હતા.

જયારે સામે આવેલી નર્સિંગ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી અને જ્યા કેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે જેની પણ ખાતરી કરી હતી, નર્મદાની હાલ ગણાતી સંજીવની રાજપીપલાની સિવિલ હોસ્પિટલ છે પરંતુ જે નવી બને છે તે જીતનગર ગામે બને છે રાજપીપલાથી 6 કિમી દૂર ત્યારે આટલી દૂર સિવિલ હોસ્પિટલથી લોકો પરેશાનીમાં મુકાશે એવી કમલેશ પટેલે રજૂઆત કરતા આ સિવિલ હોસ્પિટલનું રીનોવેશન કરી અહીંયા ઓપીડી ચાલશે અને રાજપીપલા સિવીલી નવા બિલડીંગમાં પણ ઓપીડી અને દાખલ કરવામાં આવશે. રાજપીપલા શહેરના લોકોને તકલીફ ના પડે આ બાબતે પણ આરોગ્ય મંત્રીએ સહમતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...