અકસ્માત:GRD જવાનને અકસ્માત થતાં PSI સારવાર માટે લઇ ગયા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા SPના પ્રયત્નોથી GRD જવાનનો જીવ બચ્યો

નર્મદા જિલ્લા હેડક્વાર્ટરમાં ફરજ કરતા એક GRD જવાન અકસ્માત થતા ગંભીર ઘાયલ થતા નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના પ્રયત્નોથી અને સૂચનાથી એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી PSI કે.કે.પાઠક જાતે વડોદરા સારવાર માટે લઈ ગયા હતા. આમ એક નાના કર્મચારીની પણ ચિંતા કરી પોલીસ અધિક્ષક માનવતા ભરી કામગીરી કરી હતી.

પોલીસ હેડક્વાર્ટર જીતનગર ખાતે ફરજ બજાવતા જી.આર.ડી જીગ્નેશ વસાવા સાંજના સમયે ફરજ બજાવી ઘેર ઢોલાર ગામ જતા હતા. દરમિયાન જીતનગર ચોકડી પાસેથી ટ્રકની અડફેટે અકસ્માત સર્જાયો હતો. જેમાં જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ વિશેની જાણ પી.એસ.આઇ કે કે પાઠક થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત થયેલ જીગ્નેશને સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લાવવામાં આવ્યો. એમની સ્થિતિ ગંભીર હતી

તે બાબતે ડોક્ટરને સંપર્ક કરતા સિવિલ હોસ્પિટલના ડોક્ટર બરોડા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા સૂચના આપતા કે કે પાઠકે તાત્કાલિક પોલીસ અધિક્ષક પ્રસંત સુંબેનો સંપર્ક કરી તમામ બાબતે અવગત કરાવતા તેમણે તાત્કાલિક એમ્બુલન્સની વ્યવસ્થા કરાવી સાથે કેકે પાઠકને વડોદરા જવા સુચના આપેલ જેથી તેઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ ને ગયા જ્યાં ઇજાગ્રસ્ત જવાન ને સમયસર ટ્રીટમેન્ટ મળતા જીગ્નેશભાઈનો જીવ બચી ગયો.

અન્ય સમાચારો પણ છે...