તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SOU વિવાદ:સ્થાનિકોના અધિકારીઓ સાથેના વારંવાર ઘર્ષણથી સરકાર દ્વિધામાં; CM સાથે સ્થાનિક આગેવાનોની ગાંધીનગરમાં મિટિંગ યોજાઈ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક નેતાઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. - Divya Bhaskar
સ્થાનિક નેતાઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.
  • ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જી.પં.ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવીની CM રૂપાણી સાથે બેઠક

નર્મદા બંધ નિર્માણ ને 60 વર્ષ વીત્યા હજુ પણ તેની આજુબાજુના 6 ગામના સ્થાનિકોનો પ્રશ્ન 60 વર્ષથી વણઉકેલ્યો જ રહ્યો છે જેને કારણે આ વિસ્તારમાં નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને વિવિધ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનો ને લઈને અનેક વાર વિવાદ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કોઈપણ જાતની ફેન્સીંગની કામગીરી અથવા તો જમીન લેવલીંગ કે અન્ય કોઈ સરકારી કામગીરી થાય ત્યારે વિવાદ થતો રહે છે. ગ્રામજનો તંત્ર વચ્ચે ઘર્ષણ થાય છે. હવે ઝડપથી વિકાસ માટે સરકાર કાયમી ઉકેલ ઈચ્છે છે.

વિવિધ આગેવાનો હાજર રહ્યા
ગ્રામજનો વર્ષોથી પોતાની જમીન મુદ્દે લડત લડતા આવ્યા છે ત્યારે હાલમાં સરકાર પણ 6 ગામનો જે મુદ્દો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહેલ છે મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ બાબતે ખાસ ગાંધીનગર ખાતે મિટીંગ કરી સ્થાનિક આગેવાનો સાથે મળી જરૂરી ચર્ચા કરી હતી. જેમાં રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવા, સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ માજી મંત્રી શબ્દશરણ તડવી, તેમજ કેવડિયા ગામના દિનેશ તડવી કે જેઓ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ છે. તેઓ સહિત નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને સી.એમ સાથે મીટીંગ કરવામાં આવી હતી. અને આ મુદ્દાનો સુખદ ઉકેલ ગ્રામજનોના હિતમાં આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા હવે જોવું રહ્યું કે જે પેકેજ નક્કી થઇ રહ્યું છે તે સ્થાનિકોને સ્વીકાર્ય છે કે કેમ તે જોવું જ રહ્યું.

અહીં હવે પાર્કિંગથી લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે
કેવડિયામાં હાલ અનેક પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ સાથે દેશનું પ્રથમ પોલ્યુશન ફ્રી સેન્ટર બની રહ્યું છે. ઈલેક્ટ્રીક વેહિકલ નગરમાં ફેરવાશે. અહીં બહારથી આવતા પ્રવાસીઓને પાર્કિંગથી લઈને અનેક પ્રશ્નો થશે. નવા રેસ્ટોરન્ટ રહેવા માટે હોટેલ્સ બનવાનું છે તેમ જ એમ્યુઝમેન્ટ પાર્કમાં બની શકે તેવી શક્યતાઓ છે.

સંપાદનને 60 વર્ષ થયા, નવા ભાવે વળતર આપો
રાજ્ય સરકારે હાલમાં જે પેકેજ જાહેર કર્યું છે તે ગ્રામજનોને મંજૂર નથી. કારણ કે તેઓની જમીનો 1961-62માં સંપાદન થઇ હતી. આજે તે વાતને 60 વર્ષ વીતી ગયા. આજના જમીનના ભાવ પ્રમાણે વળતર મળે. હવે તો તેમના કુટુંબના સભ્યોની સંખ્યા પણ વધી છે ત્યારે સરકાર સારું પેકેજ આપે તેવી માંગણી છે.

અધિકારીઓને પેકેજ જાહેર કરવા સરકારની સૂચના
મુખ્ય 11 જે મહત્વની માંગણીની ચર્ચા થઇ. જેમાં સ્થાનિકોને અન્ય સ્થળે નહિં ખસેડી અહીંયા જ રહેવા દેવામાં આવે. સ્થાનિકોને રોજગારી આપવામાં આવે.અન્ય તમામ સુવિધાઓ પણ આપે તેવી લોકોએ માંગ કરી હતી. સરકારે આ બાબતે હકારાત્મક વલણ દાખવી પેકેજ બનાવવાની અધિકારીઓને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...