તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવવામાં આવતા ગામે ગામ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં આ બાબતે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા સહિત સ્થાનિક આગેવાનોએ રજુઆત કરી હતી. સાંસદના રાજીનામાં અને રજૂઆતોને લઈને ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી. જેમાં વન મંત્રી ગણપત વસાવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી, મોતીલાલ વસાવા જિલ્લા.પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બાબતે પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવીએ જણાવ્યું હતું કે, મારા આદિવાસીઓના હીતની વાત હોય તો મારે આગળ જવું જ પડે. મેં મુખ્ય મંત્રી અને રજુઆત કરી હતી. આજે જે બેઠક થઈ તેેમાં ચર્ચા થઈ કે જે એન્ટ્રી પાડવામાં આવી છે તે રદ થશે. આદિવાસી ભાઈઓને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. કોઈપણ હિસાબે આ ઇકો સેન્સેટિવ ઝોન નિર્માણ થયું તે તેમાં રદ થાય એવી તમામ ચર્ચા થઈ છે.મારા આદિવાસી વિસ્તાર ને સેફ ઝોન રાખવા અમે કામ કરી રહ્યા છે.અમે કોઈ આદિવાસી પરિવર ને નુકસાન થવા નહીં દઈએ.
આ બાબતે બેઠકમાં હાજર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવાએ જણાવ્યું હતું કે, શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આવતા નર્મદાના 121 ગામોનો ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. અભ્યારણ્યમાં 62 ગામો છે. જ્યારે ઈકો સિસ્ટમ જાળવવા 0 થી 7 કિમિ વિસ્તારના બીજા ગામો ઉમેરાયા છે.આ બાબતે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારના કેટલાક ગામોના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના નંબર 6 માં ઈકો સેન્સિટિવ ઝોનની પ્રોહીબીટેડ એન્ટ્રીઓ પાડવા માટે વહીવટીતંત્રએ પ્રયત્ન કર્યો એટલે આ વિવાદ પેદા થયો હતો.ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવી એન્ટ્રીઓ પાડવાની કોઈ જોગવાઈ છે જ નહીં. જે ગામોમાં આવી એન્ટ્રીઓ પાડવામાં આવી હશે એ એન્ટ્રીઓ રદ કરવા ગાંધીનગર ખાતેની બેઠકમાં નિર્ણય કરાયો છે.
સમય આવ્યે અમે આંદોલન પણ કરીશું
સરકારે આદિવાસીઓની જમીન મામુલી વળતર આપી આંચકી લીધી, ડેમની કામગીરી પુરી થયા બાદ આદિવાસીઓને જમીન પાછી આપી હોત તો સરદાર વલ્લભભાઈ પટેલના આત્માને શાંતિ થાત. આદિવાસીઓ ઇકોસેન્સેટિવ ઝોનથી જમીનો પડાવી ઉદ્યોગપતિઓને આપવાનો સરકારનો કરશો છે. કોંગ્રેસ અહીંયના તમામ ગામોના લોકોની સાથે જ છે.સમય આવ્યે ઉગ્ર આંદોલન પણ અમે કરીશું. - પી.ડી વસાવા, નંદોદ ધારાસભ્ય
ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ પણ મેદાનમાં
નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે ગામે ગામ ભયનો માહોલ છે. સમગ્ર જિલ્લાના આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો ઈકો સેન્સિટીવ મુદ્દો રદ્ થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે આ ઝુંબેશ ઉપાડી આજે વિરોધ પ્રદર્શન સાથે આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું. જેમાં જણાવ્યું હતું કે, 121 ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવી સરકાર પર્યાવરણની જાણવણીની વાત કરે છે.પરંતુ આદિવાસીઓને કાયદાકીય રીતે મળેલ સત્તા જેવી કે પાંચમી અનુસૂચિ, વન અધિકાર માન્યતા 2006, વન અધિકાર માન્યતા 2008 મુજબ જળ જંગલ જમીનની જાળવણી કરવા સામુદાયિક અધિકારો અહીંની પ્રજાને પ્રાપ્ત થયેલ છે. તે પણ આપે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.