હત્યાનો ભેદ ઉકેલાયો:ગાયો ચરાવતી વૃધ્ધાની હત્યા કરી ફરાર આરોપી ઝડાપાયો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરિસલપુરા જેતપુર ગામની સીમમા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

તાજેતરમાં નાંદોદ તાલુકાના જેતપુર ગામની એક વૃદ્ધ મહિલાની સીમમાં મારક હથિયાર વડે કાનના ભાગે માર મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. જે કેશ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચનાને આધારે નર્મદા પોલીસ દોડી રહી છે. ત્યારે ડીવાયએસપી રાજેશ પરમારના સુપરવિઝન હેઠળ એએમ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી નાઓ તથા એલસીબી ટીમનાએ આ હત્યા ના ગુનાના કામે વેરીસાલપુરા ગામની વૃધ્ધ મહિલા નામે મનુબેન વસાવાનાની અજાણ્યા ઇસમે તેને લાકડીના માથામાં ફટકા મારી ખુન કરેલ હતું.

જે ગુનાની તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારોથી તેમજ આજુબાજુના ખેતરનામાં કામ કરતા મજુરો તથા ગાયો ચરાવતા ગોવાળોની ઘનિષ્ઠ પુછપરછ કરતાં શકદાર તરીકે ખામર ગામના હિમ્મત વસાવાનું નામ બહાર આવ્યું હતું. જેથી LCB પોલીસે આ શકાદાર હિમ્મતની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે મરણજનાર સાથે ઝગડો થેયલ જે બાબતે તેણે લાકડી માથામાં ફટકા મારી મોત નિપજાવેલાની હકીકત જણાવી ગુનાની કબુલાત કરેલ. જેથી આરોપી હિમ્મત વસાવાને રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપી કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...