ઉજવણી:જંગલએ પ્રકૃતિનું સર્જન છે એ કોઈની માલિકીનું નથી: સાંસદ

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળામાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ 15મી નવેમ્બરે ભારત સરકારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાજપીપળામાં જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ઉજવણીના ભાગ રૂપે રાજપીપળામાં જંગી રેલી નીકળી હતી. બાદ રાજપીપળા જિન કંપાઉન્ડ ખાતે જાહેરસભાનું આયોજન કરાયું હતું. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓ પેહલા પણ હિંદુ હતા, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

અમુક લોકો વિદેશી તાકાત અને પાદરીઓના ઈશારે આદિવાસીઓ હિંદુ નથી એમ કહે છે, પણ એવા લોકો સામે હું લડતો રહીશ જેને જે તોડવું હોય એ તોડી લે. આદિવાસીઓ હિંદુ નથી કેહનારાઓ ઇતિહાસ તપાસે, એમના જ પૂર્વજો ભગવાન શ્રી રામ, અંબા માતા, કાળકા માતા સહીત અનેક હિંદુ દેવી દેવતાઓની પૂજા કરતા હતા. હું જંગલ બચાવો અભિયાન ચલાવી રહ્યો છું, એમાં મને કોંગ્રેસ-બિટીપી ના અમુક ખાનગી લોકો સહિત 95% લોકો મને સાથ આપી રહ્યાં છે.

બી.ટી.પી ના લોકો કહે છે જંગલ કાપી નાખો એ આપણા બાપ દાદાનું છે, પણ જંગલ પ્રકૃતિનું સર્જન છે કોઈના બાદ દાદાની માલિકીનું નથી. મેં બિ.ટી.પી અને છોટુ વસાવા એન્ડ કંપનીને આદિવાસીઓના પ્રશ્નો બાબતે જાહેરમાં ચર્ચા કરવા મેં બોલાવ્યા હતા. પણ બી.ટી.પીનો કોઈ પણ નબીરો ત્યાં ફરકયો ન્હોતો. ભીલીસ્થાન ટાઇગર સેના છે જ નહિ, બિટીપી મારા માટે મચ્છર છે.કેટલીક સંસ્થાઓ, સંગઠનો અને માફિયાઓ અગતાવાદ અને મનુવાદની વાત કરે છે, આદિવાસીઓને રાષ્ટ્રીય પ્રવાહથી અલગ કરવા ઘણા પ્રયત્ન કરે છે.

વસ્તી ગણતરી સમયે આદિવાસીઓએ જાતિની કોલમમાં ફક્ત આદિવાસી જ લખવું એવો મિશનરીના કર્મીઓ પ્રચાર કરી રહ્યા છે, પણ આદિવાસીઓએ પોતાની જાતિની સામે હિંદુ લખવું પડશે. જ્યારે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર ખરાડીએ જણાવ્યું હતું કે.જે આદિવાસી પોતાની અને પોતાના બાપ દાદાની મૂળ સંસ્કૃતિ છોડશે એમને અનામતનો લાભ ન મળે એ માટે સંસદમાં ખરડો પસાર થાય એવો અમે સંકલ્પ લીધો છે.

જે આદિવાસીઓ પોતાની મૂળ સંસ્કૃતિ છોડશે એમને 2 મહિનાનું અલ્ટીમેટમ અપાશે.આ બાબતે ભૂતકાળમાં 348 સાંસદોની સહી સાથે રજુઆત કરી હતી, જ્યારે 27 લાખ આદિવાસીઓની સહી સાથે રાષ્ટ્રપતિને પણ રજૂઆત કરી હતી.પણ ઇન્દિરા ગાંધી સરકારે ઈસાઈઓના દબાણમાં આવી એ માંગ સ્વીકારી ન હતી.

અન્ય સમાચારો પણ છે...