તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કેવડિયાને ટ્રેન સેવા સાથે જોડ્યા બાદ બ્રિજ પરથી આપઘાતનો પ્રથમ કિસ્સો

રાજપીપલા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નલીયા ગામના રેલ્વે પુલ પરથી પરપ્રાંતિય યુવકનો મોતનો ભૂસકો

તિલકવાડા તાલુકાના નલીયા ગામના રેલવે બ્રીજ નીચેથી એક પરપ્રાંતીય 21 વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યો હતો. રેલવે બ્રીજ ઉપર તેની મોટર સાયકલ પણ મળી આવી ત્યારે તેણે જાતે ભૂસકો મારીને આત્મહત્યા કરી છે કે પછી કોઈએ ફેંકી દીધો છે જે બાબતની પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. પોલીસે હાલમાં આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તિલકવાડા તાલુકાના ડબી ફળિયામાં વિઠ્ઠલભાઇ દેસાઇભાઇ વસાવાના મકાનમાં રહેતા અને મૂળ ડાંગખજરી ગામ પાંચ.જાલુન (યુપી)ના રહીશ લાલમંદ રઘુવીર કુશવાહાએ પોલીસને જાણ કરી હતી કે તેની સાથે 21 વર્ષીય સુરજભાઇ મહેશભાઇ કુશવાહ પણ સાથે રહેતો હતો.

ગત રોજ કોઇ કારણસર સુરજ કુશવાહ નલીયા ગામના પુલ ઉપર યુવકે પોતાની મોટર સાઇકલ નાળા પાસે ઉભી રાખી હતી અને ત્યાર બાદ નાળા ઉપરથી રેલ્વે ટ્રેક ઉપર કુદકો મારી દીધી હતો અથવા બીજી કોઇપણ રીતે પોતાની જાતે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે મનાઇ રહ્યું છે. જેથી તિલકવાડા પોલીસે આત્મહત્યાની ફરિયાદ નોંધતપાસ હાથ ધારી રહી છે. કેવડિયામાં દેશના રેલવે નેટવર્ક સાથે જોડ્યા બાદ રેલવે બ્રિજ પરથી આપઘાત કર્યાનો નર્મદામાં પ્રથમ કિસ્સો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો