તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં વર્ષ 2021માં લાંચનો પ્રથમ કિસ્સો

રાજપીપલા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ડેડિયાપાડા એકલવ્ય મોડેલ ડે સ્કૂલના આચાર્યે 50 હજારની લાંચ માગી હતી
 • રાજપીપલાની સ્પેશિયલ સેસન્સ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર

નર્મદા જિલ્લા પ્રયોજના વહીવટદાર હેઠળ ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ભોજનથી લઈને અન્ય સમાન પૂરું પાડવા કોન્ટ્રેક્ટરો નીમવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડા એકલવ્ય મોડેલ ડે સ્કૂલના આચાર્ય કિશોર ખેંગાર સોલંકીએ ધોરણ 11ના વિદ્યાર્થીઓના જમવાનું જે બિલ થાય તે પોતાને સોંપી દેવા કોન્ટ્રાક્ટર પાસે રૂા.50 હજારની લાંચ માંગી હતી. જેની કોન્ટ્રેક્ટર સહયોગી ડેડીયાપડાના ભરત વણકરે રાજપીપલા એસીબીમાં ફરિયાદ કરી હતી.

નર્મદા એસીબી પી.આઈ બી.ડી.રાઠવાએ તપાસ હાથ ધરી આચાર્ય કિશોર ખેંગાર સોલંકીની ડેડિયાપાડા મોડેલ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી ધરપકડ કરી હતી. તેને સ્પેશિયલ સેસન્સ કોર્ટમાં રજુ કરતા જજ પીએન ચૌધરીને સરકારી વકીલ જે.જે.ગોહિલ જરૂરી દલીલ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મજુર કર્યા છે. આ રિમાન્ડમાં અન્ય અધિકારીઓના નામોની માહિતી અપાશે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.સંબંધિત અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો