તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પિતાએ પુત્ર પાસે રૂપિયા માગતાં છાતીમાં મુક્કા માર્યા, આખરે મોત

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાંદોદના પાટણા ગામે બનેલો બનાવ, માતાની પુત્ર વિરૂદ્ધ ફરિયાદ
  • ઈજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે લઈ જવાતા સારવાર વેળાં મોત થયું

નાંદોદ તાલુકાના પાટણા ગામે પિતાએ પુત્ર પાસે રૂપિયા માંગતા પિતાને છાતીમાં પુત્રે મુક્કા માર્યા જેમાં આંતરિક ઈજાઓ થતા પિતાને સારવાર માટે રાજપીપલા દવાખાને લાવવામાં આવ્યા જ્યાં સારવાર દરમ્યાન પિતાનું મોત નીપજ્યું માતાએ પુત્ર વિરુદ્ધ કરી પોલીસ ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના પાટણા ગામે રાવ ફળિયામાં રહેતા 52 વર્ષીય જયેશ મુળજીભાઈ રાવે પોતાની પત્ની હર્ષીલાબેન અને પુત્ર મંથન ઉર્ફે પૂનમ સાથે રહેતા હતા. ગત 13 જૂન 21 ના રોજ પિતા જયેશભાઈએ પુત્ર પુનમભાઈ પાસે રૂપિયાની માંગણી કરતા પૂનમભાઈએ આપવાની ના પાડતા બંને વચ્ચે ઝગડો થયો હતો.

આ પિતા પુત્ર ના ઝગડામાં પુત્ર પૂનમે પિતા જયેશભાઇને છાતીમાં બે ત્રણ મુક્કા મારી દીધા જેમાં પિતાને આંતરિક ગંભીર ઈજાઓ પહોંચી એટલે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજપીપલા ખાનગી દવાખાનામાં લાવવામાં આવ્યા જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેથી માતાએ જ પુત્ર વિરુદ્ધ આમલેથા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુત્ર મંથન ઉર્ફે પૂનમ રાવ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...