• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • The Farmers' Agitation Started With The Demand Of Compensation For The Land Lost By The Farmers Of 12 Villages In The Construction Of The Canal

વળતળની માંગણી:કેનાલના બાંધકામમાં 12 ગામના ખેડૂતોની જમીન જતાં વળતરની માગ સાથે ખેડૂતોનું આંદોલન શરૂ

રાજપીપળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ પ્રોજેક્ટમાં ગોરા ગામ સુધી લગભગ 15 કિમી લાંબી હાઈ લેવલ રિચાર્જ કેનાલનો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો

નર્મદા જિલ્લાના કરજણ પ્રોજેક્ટ માં જમણાકાંઠા વિસ્તરમાં સિંચાઇનું પાણી પહોંચાડવા અને કેનાલ રિચાર્જ કરવા રાજ્ય સરકાર દ્વારા કરજણ ડેમથી છેક ગોરા ગામ સુધી લગભગ 15 કિમિ લાંબી હાઈ લેવલ રિચાર્જ કેનાલ નો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો જે કામ 2012-13 કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે જીતઘઢ થી લઈને વાવડી, મોટા રાયપરા, વેલછંદી, જૂનવાદ, સમારીયા, મોટાઆંબા, શાકવા, ભીલવાસી, બોરિયા, ઉમરવા જોષી, અને ગોરા આ 12 ગામના 29 જેટલા ખેડૂતો ની જમીન આ કેનાલમાં ગઈ છે અને આ કેનાલ માટે તંત્ર ખાડે પગે ઉભા રહીને ખોદકામ શરૂ કારવ્યું અને ખેડૂતોના ઉભા પાકો પર મશીનો ચાલવી દીધા ખેડૂતની મંજૂરી સુદ્ધાં લીધી નથી

છતાં ખેડૂતો એ બધી બાબતોને ભૂલી પોતાની જમીનો જે ગઈ છે તેના વળતળ ની માંગણી કરે છે. વારંવાર રજૂઆતો કરી ફરિયાદ નિવારણ માં પણ રજૂઆત કરી પણ ખેડૂતો ની કોઈ વાત સાંભળતા નથી. જેથી આ ખેડૂતો પોતાના વળતર માટે ફરી આંદોલન પર ઉતાર્યા છે.

સરકાર અમારી લીધેલી જમીનોનું વળતળ વ્યાજ સાથે આપે એવી માગ
આ હાઈ લેવલ રિચાર્જ કેનાલની આ વિસ્તારમાં કોઈ જરૂર નહોતી જો જૂની કેનાલ ને વ્યવસ્થિત બનાવી હોત તો ચાલતે પરંતુ સરકારે કરોડોના ખર્ચે જમણા કાંઠા કરજણ પ્રોજેક્ટ દ્વારા બનાવામાં આવી રહી છે જેમાં ઉભા પાકે જમીનો લઇ લીધી હતી અને જે વાતને આજે 10 વર્ષ નીકળી ગયા વારંવાર અમે રજૂઆતો કરી રહ્યા છે ખેડૂતોનો કોઈ બેલી નથી ત્યારે હવે સરકાર અમારી લીધેલી જમીનો નું વળતળ વ્યાજ સાથે આપે એવી માંગ કરી છે. > રણજીતભાઇ તડવી, ઉમરાવા જોષી ગામના ખેડૂત.

અન્ય સમાચારો પણ છે...