તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ચૂંટણીની થીમ પર યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં 2556 વિદ્યાર્થીઓની એન્ટ્રી, મતદાન માટે અપીલ કરાઈ

રાજપીપળા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકતંત્રમાં ચૂંટણીની ગરિમા જાળવી મહત્તમ મતદાન માટેના સામૂહિક શપથ લીધા

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ “રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી” અન્વયે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતા જાગૃત્તિ અભિયાન હેઠળ ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે કોવિડ-19 ની પરિસ્થિતિને અનુલક્ષીને “VOTE FOR A BETTER INDIA” ની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી, જેમાં જિલ્લાના ધો.10 અને ધો.12 ના કુલ-૨૫૫૬ જેટલાં બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અન્વયે જિલ્લાની 130 શાળાના ધો-10 અને ધો. 12નાં 5125 વિદ્યાર્થીઓ અને 629 જેટલાં શિક્ષકો અને NSS પ્રોજેક્ટની 14 શાળાઓ પૈકી 650 વિદ્યાર્થી દ્વારા પણ આપણા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવવાની સાથે દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય અચૂક મતદાન માટેના સામૂહિક શપથ લઇને જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મહત્તમ મતદાનનો પ્રેરક સંદેશો પ્રસરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો