તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપીપલા નગર પાલિકાની ચૂંટણી નો ધમધમાટઃ વચ્ચે ઉમેદવારો ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યા છે ત્યારે પાલિકામ સૌથી મોટું કદ ધરાવતા પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા ને પાલિકામાં બાકી લહેણું હોય એ મુદ્દે પાલિકા મુખ્ય આધિકારીએ NOC આપવાની ના પડતા તેઓ ચૂંટણીનું ફોર્મ ભરી શકેશે નહિ એવી વાતે રાજપીપલા નગર માં રાજકારણ ગરમાયુ હતું જોકે આ બાકી લહેણાનો કેશ બાબતે રાજપીપલા ની એડિશનલ ડિસ્ટિક કોર્ટમાં અપીલ કરી સ્ટે માંગતા ડિસ્ટિક કોર્ટે સ્ટે આપતા બંને ઉમેદવારોને હવે NOC મળશે અને જેના આધારે તેઓ ચૂંટણી નું ફોર્મ ભરી ચૂંટણી લડી શકાશે.
રાજપીપલા નગરપાલિકામાં વહીવટદારને લઈને અનેક વિવાદો થયા હતા. જેથી જેતે સમયે જિલ્લા કલેક્ટરે ખાસ ટીમ મૂકી પાલિકાના હિસાબોનું ચેકીંગ કરાવ્યુ હતું.જેમાં 11 મુદ્દા ટાંકી પૂર્વ પ્રમુખ મહેશ વસાવા પર 26 લાખ અને કારોબારી ચેરમેન ભરત વસાવા પાર 26 લાખની રિકવરી કઢી હતી. જેથી 2018માં આ રિકવરી સામે બંને અપીલમાં ગયા હતા. જે કેસ ચાલુ છે ત્યારે તેને આગળ ધરી હાલની ચૂંટણીમાં તેમને noc ન મળે. જેથી તેઓ ચૂંટણી ફોર્મ ભરી ન શકે. જે બાબતે સોમવારે તેમની અપીલ ની તારીખ હોય જેમાં મહેશ વસાવાની તરફેણમાં એડવોકેટ અનિરુદ્ધ પંડ્યા અને ભરત વસાવાની તરફેણમાં એસ,કે જોશીએ અપીલ કરતા નામદાર ડિસ્ટિક કોર્ટે સ્ટે આપપ્યો હતો.
રિકવરીનો ખોટી રીતે ઉપજાવી કાઢેલો કેસ છે
ભાજપના ઇસારે તત્કાલીન કલેક્ટરે ષડયંત્ર રચ્યું હતું. તેઓ નિયામક તરીકે ગાંધીનગર હોય અંગત રાગદ્વેશ રાખી આ રિકવરી પણ કાઢવામાં આવી હતી.જે ખોટી રીતે ઉપજાવી કાઢેલો કેશ છે. 2018માં અમે અપીલ કરી હાઇકોર્ટના એડવોકેટ બી.એમ.મંગુકિયા બેલાબેન અને એસ.કે. જોષીની રજુઆતે આજે મને ન્યાય મળ્યો છે. સ્ટે મળતા ન્યાય તંત્ર પર મારો વિશ્વાસ દ્રડ બન્યો છે. >ભરત વસાવા, (પૂર્વ પ્રમુખ રાજપીપલા પાલિકા )
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.