સ્વચ્છતા અભિયાન:ગ્રામસભામાં ગયેલા DDOએ કચરો ઉઘરાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં હાલ ગામેગામ ગ્રામસભાઓ ચાલી રહી છે. ત્યારે ગાંધીજયંતિ નિમિતે 1થી 31 તારીખ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું હોય નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે પ્રાથમિક શાળામાં ગ્રામપંચાયતની ગ્રામસભા નર્મદા ડીડીઓ પી.ડી.પલસાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં વિકાસની જરૂરી વાતો કરી ઠરાવો કરી મહત્વનો ઠરાવ સફાઈ અંગેનો કરવામાં આવ્યો હતો. જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરનાર ડીડીઓ પીડી પલસાણાએ પ્રતાપનગર ગામે ગ્રામસભા પતાવી સ્થાનિક બજારના વેપારીઓ ને અને સ્થાનિક લોકોને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા હાંકલ કરી જાતે બેગ લઈને કચરો ઉઘરાવવા નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...