સમિક્ષા બેઠક:સરકારી યોજનાનો લાભ સમયસર મળે તે માટે તકેદારી આયોગના કમિશનરની ટકોર

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત તકેદારી આયોગના કમિશનર સંગીતાસિંઘની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક

ગુજરાત તકેદારી આયોગના કમિશ્નર સંગીતા સિંઘે નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ..શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિતનાઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના લાભો નિયત સમયાવધિમાં સમયસર અને ઝડપી મળી રહે તે જોવાનો ખાસ અનુરોધ કરી “ટીમ નર્મદા” ને ગુડ ગવર્નન્સ અંતર્ગત જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

બેઠકમાં ગુજરાત તકેદારી આયોગના કમિશ્નર તેમના સંબોધનમાં તકેદારી આયોગનો મુખ્ય આશય સહિત તેની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સરકારની જેટલી પણ યોજનાઓ છે એ તમામ યોજનાઓના લાભો સંબંધિત અમલીકરણ અધિકારીઓએ પ્રો-એક્ટીવ બનીને જરૂરીયાતમંદ અને લક્ષિત લાભાર્થી વ્યક્તિ-જૂથ સુધી સરળતાથી અને ખૂબજ ઝડપી અને પારદર્શિતાથી પહોંચે તેવો રહેલો છે, ત્યારે આવી બાબતોમાં કરાતી લોક-રજૂઆતો કે લોક-ફરિયાદો સંદર્ભે જરૂરી તકેદારી સાથે પૂરતી સતર્કતા દાખવીને સરકારના વખતોવખતના ઠરાવો અને પરિપત્રોની માર્ગદર્શિકા આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...