તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajpipla
 • The Child Memorized 315 Verses Of Satsang Diksha Granth, Kothari Swami Of Kevadia Satsang Kendra, Bharuch Swaminarayan Mandir Honored Vedanta

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:બાળકે સત્સંગ દિક્ષા ગ્રંથના 315 શ્લોક કંઠસ્થ કર્યા, કેવડિયા સત્સંગ કેન્દ્ર, ભરૂચ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ વેદાંતનું સન્માન કર્યું

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહેતા માત્ર 7 વર્ષ નો વેદાંત અજીતભાઈ તડવી નામના બાળકે કોરોના કાળ ના લોકડાઉન દરમયાન આખો સત્સંગ દિક્ષા ગ્રંથ ગુજરાતી 315 શ્લોક કંઠસ્થ કર્યો છે. - Divya Bhaskar
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહેતા માત્ર 7 વર્ષ નો વેદાંત અજીતભાઈ તડવી નામના બાળકે કોરોના કાળ ના લોકડાઉન દરમયાન આખો સત્સંગ દિક્ષા ગ્રંથ ગુજરાતી 315 શ્લોક કંઠસ્થ કર્યો છે.

દેશભરમાં ગત માર્ચ થી શાળા કોલેજો કોરોના મહામારી ને લઈને બંધ છે. અને આગલા માર્ચ સુધી ખુલાસે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ત્યારે બાળકો ને મોઝ પડી ગઈ અને રમત, ટીવી, મોબાઈલ ગેમ સિવાય બીજું કાંઈના કર્યું ત્યારે દેશના તમામ બાળકો માટે એક દિશા સૂચક કેવડિયા નો 7 વર્ષનો વેદાંત બન્યો કે તેણે કેવીરીતે લોકડાઉનનો સદુપયોગ કર્યો.

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહેતા માત્ર 7 વર્ષ નો વેદાંત અજીતભાઈ તડવી નામના બાળકે કોરોના કાળ ના લોકડાઉન દરમયાન આખો સત્સંગ દિક્ષા ગ્રંથ ગુજરાતી 315 શ્લોક કંઠસ્થ કર્યો છે અને સાથે સંસ્કૃત માં 200 સ્લોક પણ કંઠસ્થ કર્યા છે અને હજુ તે સંપૂર્ણ ગ્રંથ ના 315 શ્લોક મુખપાઠ કરી રહ્યો છે. અને અજીબ વાત તો એ છે કે માત્ર શ્લોક નો નંબર બોલો તો આ બાળક ફટાફટ મોઢે શ્લોક બોલે છે. આ પરિવાર ની બીજી એક મહત્વની વાત એ છે

પિતા અજીતભાઈ તડવી SRP માં ફરજ બજાવતા હોય આખા લોકડાઉન સમયમાં પિતા કોરોના માં જાહેર માર્ગ પર ફરજ બજાવતા હતા. જયારે ઘરે પુત્ર ધાર્મિક પુસ્તક કંઠસ્થ કરતો હતો. ભારતીય સંસ્કૃતિની વૈદિક ભાષા સંસ્કૃતને જીવંત રાખવાનું કામ મહંત સ્વામી મહારાજ આ ગ્રંથના મુખપાઠ ની પ્રેરણા આપીને કરી રહ્યા છે. ચાલી રહેલા અખિલ ભારતીય અધિવેશનમાં નાના મોટા 8000 સત્સંગીઓ આ સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં મુખપાઠ કરી રહ્યા છે.

જેની સ્પર્ધા આગામી 24 જાન્યુઆરી 21ના રોજ ક્ષેત્રીય સ્તર પર અને અખિલ ભારતીય સ્પર્ધા 16 ફેબ્રુઆરી 21 વસંતપંચમી ના દિવસે યોજાનાર છે. જેમાં આ વેદાંત ભાગ લેશે હાલમાં યોજાયેલા ઓનલાઇન અધિવેશનમાં આ વેદાંત ને સાંભળી ભરૂચ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામી પણ અચંબિત થઇ ગયા હતા.

શું છે દીક્ષા ગ્રંથ અને તેનું મહત્વ
આપ સૌને સુવિદિત છે કે સત્સંગ દિક્ષા ગ્રંથ વિશ્વ વિખ્યાત BAPS સંસ્થા ના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ દ્વારા ગુજરાતીમાં વિક્રમ સંવત 2076ની વસંતપંચમી એ શરૂ કરી સંવત 2076ના ચૈત્ર સુદી નોમ ના દિવસ સુધી લખી પૂર્ણ કર્યો હતો. જેના સંસ્કૃત શ્લોકોની રચના મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ દ્વારા કરવામાં આવેલી છે. આ ગ્રંથ સંવત 2078 ની ગુરુપૂનમ ના પવિત્ર દિવસે સમગ્ર BAPS સત્સંગ સમાજને ભેટ આપેલો છે. આ ગ્રંથમાં પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતોને નિરુપવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો