તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કેશિયરને લૂંટી 8 લાખના પાંચ ભાગ પાડી જમીનમાં દાટ્યાં

રાજપીપળા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેડિયાપાડાના ચિકદા પેટ્રોલ પંપના કેશિયરને 27 ઓકટોબરે તલવારના ઘા મારી લૂંટી લીધો હતો
 • બે સ્થાનિક અને મહારાષ્ટ્રના 3 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામ ખાતે આવેલા એસ્સાર પેટ્રોલ પંપના કેશિયર અમરસિંગ વસાવા 27 ઓક્ટોબર 20 ના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ 8.18 લાખ રૂપિયા રોકડ રકમ લઈ પોતાની બાઈક પર સુરત જિલ્લાના ઉમરપાડાની સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકમાં જમા કરાવવા જતો હતો. તે દરમિયાન ભરાડા‌ પુલ‌‌ પાસે બે બાઈક પર આવેલા 5 લૂંટારૂઓએ અમરસિંહ વસાવા પર હોકી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 8.18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

જિલ્લામાં બનેલી આ.લૂંટ ધાડની ઘટના ને લઈ ને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે તાત્કાલિક ડેડીયાપાડા અને LCB પોલીસ ને તાપસ માટે દોડવાતા માત્ર 18 દિવસ માંજ લૂંટનો કેશ પોલીસે ડિટેકટ કરતા પોલીસ અધિકારીઓ એ જિલ્લા પોલીસ વડાને આપી ભેટ. આ લૂંટની તપાસ પોલીસે નજીકના જાણભેદુ હોવાની સંભાવનાઓ વચ્ચે શરૂ કરી જેમાં નર્મદા LCBની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલસે ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ ટ્રેસિંગ કરી સાથે બાતમીનના આધારે આ ગુનામાં સંડોવાયેલા અજય મનજી વસાવા,સુભાસ જેસિંગ વસાવા,ઉમેદસિંગ ગોવિંદસિંહ પાડવી, મોતીલાલ ઉર્ફે મોંટુ નારસિંહ પાડવી તથા રવિન્દ્ર નટવરસિંહ પાડવીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા પોલિસે દિવાળી ટાણે જ મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

લોકેશન બદલ્યા, છતાં ઝબ્બે
પોલીસને ચકમો આપવા આરોપીઓ પોતાનું લોકેશન વારે ઘડીએ બદલી રહ્યા હતા.પોતાનો મોબાઇલ પણ સ્વિચ ઓફ કરતા હતાં.હાલ તો 5 આરોપીઓની ધરપકડ કરી એમની પાસેથી 4.68 લાખ રૂપિયા રોકડા તથા 1.50 લાખની બાઈક એમ મળી કુલ 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, બાકી રહેલા 1.89 લાખની રિકવરી માટે રિમાન્ડ લઈ પૂછતાછ હાથ ધરાશે.

સબંધીએ જ લૂંટનો કારસો રચ્યો હતો
નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે આ પાંચેવ આરોપીઓએ પૈકીનો એક સુભાસ જેસિંગભાઈ વસાવા ફરિયાદી અમરસિંહ ભાઈ વસાવાનો દુરનો સંબંધી થાય છે, તેઓ છેલ્લા 2 મહિનાથી આ લૂંટને અંજામ આપવા રેકી કરી રહ્યા હતા.જ્યારે આ લૂંટને અંજામ આપવાનો હતો એ સમયે સુભાસ જેસિંગભાઈ વસાવા પેટ્રોલ પંપ પર હાજર હતો અમરસિંહ ભાઈ વસાવા નીકળ્યો ત્યારે એણે જ આગળ જાણ કરી હતી.

એક ગઠીયો બાઇક લાવ્યો, બીજો મંગલ સૂત્ર લાવ્યો
8 લાખની ચોરીમાં તમામ ના ભાગે જે પાંચ ભાગે રૂપિયા આવ્યા જેમાં એક આરોપી નવું બાઇક લઈ આવ્યો, બીજાએ પત્નીને મંગળસૂત્ર લાવી આપ્યું..પોલીસે તમામ મુદ્દામાલ કર્યો જપ્ત હજુ 1.89ની રિકવરી હજી બાકી છે.પોલીસે પાંચેયને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો