તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • The Arena Of The System In Paying Money To The HIV Victims Of Narmada District, The Medical Aid Given Every Month Is Also Paid In Installments

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:નર્મદા જિલ્લાના HIV પીડિતોને નાણાં ચૂકવવામાં તંત્રના અખાડા, દર મહિને અપાતી તબીબી સહાય પણ કટકે કટકે ચૂકવાતા રોષ

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા કેન્સર, એચ.આઈ.વી. સહિતના કેટલાક રોગના પીડિતો માટે તબીબી સહાય આપવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લાના HIV પીડિતો પૈકી અમુક આ સહાય નો લાભ લે છે પરંતુ સરકાર તરફથી આખા વર્ષની ગ્રાન્ટ આરોગ્ય વિભાગ માં આવતી હોવા છતાં પીડિતોને આ નાણાં એક સાથે ચૂકવામાં આવતા નથી જેના કારણે નર્મદા જિલ્લા જેવા પછાત જીલ્લાના HIV પીડિતો તકલીફમાં મુકાય છે.અગાઉ આ સહાય આખા વર્ષની એક સાથે જે તે પીડિત ના બેંક ખાતા માં જમા કરાતી હતી પરંતુ અમુક સ્ટાફ દ્વારા હાલ મનમાની થતી હોવાથી જરૂરી ફોર્મ માં 12 મહિનાની સહાય ચૂકવવા જણાવ્યા બાદ પણ કટકે કટકે નાણાં ચૂકવાતા હોવાથી પીડિતો બાકીની સહાય માટે રાહ જોઈ ધક્કા ખાતા જોવા મળતા હોય છે.ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે ઘટતું કરી પીડિતો ને એક સાથે પુરી સહાય અપાવે તેવી માંગ ઉઠી છે.

બોક્ષ : આ બાબતે નર્મદા જિલ્લામાં જાહેર થયેલા HIV ગ્રસ્ત યુવાને રોષ વ્યકત કરતા જણાવ્યું કે અગાઉ અમને આ સહાય આખા વર્ષની 6 હજાર રૂપિયા એક સાથે મળતી હતી પરંતુ હાલમાં ટુકડે ટુકડે મળે છે સરકાર મહિને સહાયના 500 રૂપિયા આપે છે જે આ કારમી મોંઘવારી માં કઈ ન કહી શકાય તેમાં પણ જો આખા વર્ષના 6 હજાર એક સાથે મળે તો જે તે જરૂરિયાતમંદ પીડિત તેનો યોગ્ય ઉપયોગ કરી શકે માટે આરોગ્ય ના લાગતા વળગતા અધિકારીઓ આ માટે યોગ્ય પગલાં લે તે જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser