કાર્યવાહી:વિધવાને ગળે ટૂંપો દઈને ઠંડે કલેજે હત્યા કરનારો આરોપી ઝડપાયો

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સાથે છેલ્લા 4 વર્ષથી રહેતો, રૂપિયા માંગતા ઝગડો થયો હતો
  • બે દિવસ પહેલા બંને વચ્ચે ઝગડો થતા લક્ષ્મણે હત્યા કરી હતી

નાંદોદ તાલુકાના અણીજરાં ગામે રહેતા જંતુબેન વસાવા પતિના મૃત્યુ બાદ વિધવા તરીકે એકલવાયું જીવન ગુજારતા હતા. જેમાં છેલ્લા પાચેક વર્ષથી ગામમાં રહેતા લક્ષમણ ઉર્ફે મોચીયો પાટણવાડીયા સાથે રહેતા હતા. બે દિવસ પહેલા બંને વચ્ચે ઝગડો થયો જેમાં લક્ષ્મણે ગળેટુપો આપી ઠંડે કલેજે હત્યા કરી ભાગી ગયો હતો. પોલીસને આ બાબતની જાણ થતા પીઆઈ એમબી ચૌહાણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મહિલાનું મોત થતા અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ હત્યાના ગુનાને ઉકેલવા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ આ 302 અને એટ્રોસીટી એકટ કલમમુજબનો ગુન્હો હોય નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી સેલ નર્મદા, એસ.જે.મોદી નીસાથે રહીને એમ.બી.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાથે મળી ટીમો બનાવી બાતમીના આધારે આરોપીને વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાં આવેલ લીંગજથળી ગામેથી રાજપીપળા પોલીસે ધરપકડ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...