અપીલ:નર્મદામાં અમલી નોંધારાનો આધાર પ્રોજેક્ટ યાત્રાધામોમાં અમલી બનશે

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન મંત્રી અને નર્મદાના પ્રભારી પૂર્ણેશ મોદીની પ્રોજેક્ટના અમલ માટે અપીલ

નિરાધાર અકિંચનોને નક્કર આધાર આપવા અને તેમના જીવનને સુવિધા અને ઉત્કર્ષના માર્ગે લઈ જવા, સંવેદનાસભર જિલ્લા કલેકટર ડીએ શાહની આગવી પહેલ અને વ્યાપક સંકલન આધારિત નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લાએ ઉપર આભ અને નીચે ધરતીની દયનીય હાલતમાં જીવતા લોકોને સમાજ જીવનમાં સ્થાપિત કરવા નોંધારાનો આધાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

સરકારી યોજનાઓના લાભો અને સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓની સહ ભાગીદારીથી આ પ્રોજેક્ટ હેઠળ સાવ અસહાય લોકોના પુર્નસ્થાપનનું એટલું ઉમદા કામ થયું છે કે રાજ્યના ગરીબો માટે હમદર્દ જેવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટમાં ઊંડો રસ લીધો છે. હવે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્યના અને પ્રવાસન તથા યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યના મુખ્ય 8 યાત્રાધામો ખાતે આ પ્રોજેક્ટના અમલની તજવીજ હાથ ધરી છે.

જરૂરિયાતમંદ લોકોના પુનર્વસન માટે પ્રયત્ન
બનાસકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ-દ્વારકા, ખેડા-નડીયાદ, જુનાગઢ, ભાવનગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લાના કલેકટરો સહિતના સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીઓ સાથે અનુક્રમે આરાસુરી અંબાજી માતા મંદિર, ગીરનાર મંદિર, સોમનાથ મંદિર, પાલીતાણા મંદિર, દ્વારકા મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર અને પાવાગઢ મંદિરે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના પ્રાથમિક અમલીકરણ સંદર્ભે જરૂરી ચર્ચા-વિચારણા માટે ઠાસરા ખાતેથી યોજાયેલી ઉક્ત બેઠકના અધ્યક્ષ સ્થાનેથી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું અને “નોંધારાનો આધાર” મોડેલ પ્રોજેક્ટના સુચારૂં અમલ થકી ઉક્ત યાત્રાધામો પરિસર વિસ્તારના જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવરી લઇ પુનર્વસન થાય તે દિશામાં કટિબધ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...