દર વર્ષે એપ્રિલ માસ ના છેલ્લા શનિવારના વિશ્વ પશુ ચિકિત્સક દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. નર્મદા જિલ્લાની 1962ની ટીમે રાજપીપલા ખાતે કેક કાપી વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરી હતી. જેમાં સિનિયર ડો.મહેશ ચૌધરી, ડો.વસીમ હાજર રહ્યા હતા તેમના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી જેમની સાથે પ્રોજેક્ટ કોર્ડીનેટર નીરવ પ્રજાપતિ અને 1962નીઆખી ટીમ હાજર રહી હતી. આ બાબતે પ્રોજેક્ટ કોર્ડીનેટરે જણાવ્યુ હતું કે આ દિવસે વિશ્વ ભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે.
જીવી.કે. ઈ.એમ આર આઇ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ટિ, તાલિમ, રસીકરણ જેવા વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે નર્મદા જિલ્લમાં 93,603 જેટલા પ્રાણીઓનું નિદાન કરવામાં આવ્યું, કરુણા નિધિ પ્રોજેક્ટ હેઠળ 3,212 જટાળા પ્રાણીઓને સારા કરાવ્મા આવ્યા હતા. આમ વર્ષમાં એક લાખ જેટલા પશુ પક્ષી ની સારવાર કરવામાં આવી છે. અમને ગર્વ છે કે અબોલા જીવની અમે મદદ કરીએ છે જેનો શ્રેય રાજ્ય સરકાર અને જીવીકે ઈ.એમ આર આઇ. સંસ્થાને જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.