તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાધારોને સથવારો:કોરોનામાં માતા પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા 12 બાળકોને હવે 4 હજાર સહાય મળશે

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થી બાળકોને મંજૂરીપત્રો એનાયત કરાયા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લામાં હાજર રહી કોવિડ-19 ની મહામારી દરમિયાન માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા રાજ્યભરના 776 જેટલાં બાળકોને દરમહિને 4000 ની સહાય યોજના અન્વયે 31 લાખ 4 હજાર રૂપિયા બાળકોના ખાતામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ થકી જમા કરાવ્યાં હતાં, જેમની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, કમિશ્નર દિલીપ રાણા, સમાજ સુરક્ષા વિભાગના નિયામક જી.એન.નાચીયા વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં પણ આવા માતાપિતા બંને ગુમાવનાર 12 જેટલા બાળકો ને તંત્ર દ્વારા શોધી નર્મદા જિલ્લા કલેકટરાલય ખાતે ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, સમાજ સુરક્ષા અધિકારી પી.એફ.ખોજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને લાભાર્થી બાળકો અને તેમના પાલક વાલીઓ વગેરે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બે બાળકો ને પ્રતીક રૂપે કીટ તથા ઓનલાઇન પેમેન્ટ કર્યા હતા.

વર્ચ્યુઅલ રીતે હાજર રહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને 4000 ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે.

અન્ય સમાચારો પણ છે...