તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની ચીમકી:રાજપીપળામાં વેપારીઓને ટેસ્ટ, રસી મુદ્દે તંત્રની ચીમકીથી રોષ

રાજપીપળા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રસી મુકાવી નથી તેમને પહેલા મુકાવો પછી નિયમ બનાવો : વેપારીઓ

નર્મદા રાજપીપલા માં વધતા કોરોના માટે હવે કસૂરવાર વેપાર ધાંધા કરનારા વેપારીઓને ગણી તંત્ર વેપારીઓ તવાઈ લાવી રહ્યું છે. રાજપીપળાના વેપારીઓએ જો આર.ટી.પી.સી.આર ટેસ્ટ ન કરાવ્યો અને કોરોના વિરોધી રસી ન લીધી તો એમને ધંધો નહિ કરવા દેવાય એવુ નર્મદા આરોગ્ય વિભાગે ફરમાન કર્યું છે.એક તરફ કોરોનાને કાબુમાં લેવા રાજપીપળાના વેપારીઓએ બજાર સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે, તો બીજી બાજુ આરોગ્ય વિભાગના આ નિર્ણયથી વેપારીઓમાં છૂપો રોષ ફેલાયો છે.

રાજપીપલા સહીત જિલ્લામાં વધતા કોરોના ના કેશો માટે કોણ જવાબદાર છે વેપારીઓ ને માસ્ક વગર દંડ કરી આ એક અઠવાડિયામાં બે લાખથી વધુ ઉઘરાવ્યા, હવે તંત્ર ની સાથે ચર્ચા કરી 12 કલાકનું જનતા કર્ફ્યુ કરી તંત્ર ને સહકાર આપી વેપારીઓએ પોતાનો ધંધો અટકાવ્યો છે. RTPCR ટેસ્ટ ફરજીયાત કરવા નો સર્ટી લીધા પછી બીજે દિવસે સંક્રમિત થયા તો શુ કરવાના એટલે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજપીપળાના વેપારિઓ અને લારી ગલ્લાઓ ચલાવતા લોકો માટે જે કડક નિયમ બનાવ્યો છે. તેનો વિરોધ વેપારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો