તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નર્મદામાં કોરોનાને નાથવા સુપર સ્પ્રેડરોનું ટેસ્ટિંગ

રાજપીપલા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપલા શહેરમાં મહોલ્લામાં વધુ જનસંખ્યાને લઇને વેક્સિનેશનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી કરવામાં આવી

રાજપીપલા શહેર સહિત 3000થી વધુ વસ્તી વાળા માર્કેટની દુકાનો સાંજે બંધ કરવામાં આવે એવી આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

નર્મદા જિલ્લામાં કોરોના નો કહેર વધી રહ્યો છે અને રોજના કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કોવીડ 19 હોસ્પિટલ અને ફેસિલિટી કોરનટાઇન પણ ફૂલ થઇ ગયું છે છતાં લોકો કોરોના ને હવે ગંભીરતાથી લેતા નથી લાગે છે લોકોને હવે ફરી લોકડાઉન જોઈએ છે કેમ કે કોઈ પણ કારણ વગર બજારોમાં વીના માસ્ક ફરી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સખ્તાઈ કરે તો નવાઈ નહિ હવે આરોગ્ય વિભાગ પોલીસ લઈને બજારોમાં નીકળશે અને વગર કામના ફરતા અને માસ્ક સોસીયલ ડિસ્ટન્સ વગર ફરતા લોકો વેપારીઓને દંડ ફટકારશે. ફોજદારી ગુનો પણ નોંધાવશે.

નર્મદા જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે રાજપીપળાની જનતા કોરોના સંક્રમણનો ભોગ ન બને માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ રાજપીપલા શહેરમાં તમામ વોર્ડ માં કોરોના વિરોધી રસી કરણ કરવામાં આવી રહ્યું છે જોકે ખાસ વધુ પ્રમાણમાં લોકો શાકમાર્કેટ માં ભેગા થતા હોઈ છે જે નર્મદામાં કોરોનાને કાબુ માં લેવા આરોગ્ય વિભાગે શાકમાર્કેટ ,આ શાકભાજી વેંચતા 150 જેટલા ના કોરોના ટેસ્ટ કરાવ્યો આ માર્કેટ ના વેપારીઓ સુપરસ્પ્રેડરો કામ કરીશકે છે અને તમામ જિલ્લાના લોકો શાકમાર્કેટ માં આવતા અન્ય લોકો કોરોના સંક્ર્મણ ન થાય માટે તમામને રશી આપવામાં આવી છે. સાથે બજારમાં ખાણી પીણી ની લારીધારકોને પણ ટેસ્ટ કરાવ્યો છે. આરોગ્ય વિભાગે 3000ની વસ્તી ધરાવતા વિસ્તારોના બજારો પણ સાંજે બંધ કરવા અપીલ કરી છે. અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં 1,47,052 લક્ષ્યક સાથે વેક્સિનેશન શરુ કરી છે 55 હજારથી વધુ લોકો ને રશી મુકવામાં આવી છે.

નર્મદામાં 70 ટકા વેક્સિનની કામગીરી પૂર્ણ
નર્મદા જિલ્લામાંમાં લોકડાઉનની પરિસ્થિતિ નહિ આવે. હવે જે લોકલ ચેનલો તૂટી ગઈ છે. સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરી તેમને રસી આપી સૌથી ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં એક દિવસમાં 250થી વધુ વેક્સીન આપી કવર કરી રહ્યા છીએ. શક્ય હોયતો રાજપીપલાના વેપારીઓએ સાંજે બજાર બંધ ના કરેલા નિર્ણયને કેવડિયા, ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર મળી 3 હજારથી વધુ વસ્તી ધરાવતા બજારો બંધ કરવામાં આવે. > ડો.આર.એસ.કશ્યપ, RMO

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો