કોવિડ ટેસ્ટીંગ:ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ

ચીકદા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘનશેરા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ

રાજ્યમાં એમીક્રોન વાયરસના કેસોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કોવિડ ટેસ્ટીંગ અને થર્મલગન સ્ક્રીનિગ કરવામાં આવે છે. હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ વધી રહયા છે.

રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહારાષ્ટ બોર્ડર પાસે આવેલી મુખ્ય ચેક પોસ્ટ એવી ઘનશેરા ચેકપોસ્ટ પાસે હાલ આરોગ્ય વિભાગ દ્વારા વાયરસના સંક્રમણને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અન્ય રાજ્યમાંથી આવતા લોકોના કોવિડ ટેસ્ટીંગ અને થર્મલ ગન સ્ક્રીનિગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...